________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૦
૮૫
ગાથાર્થ :
અને વ્યાખ્યાન કરવાના વિષયમાં આકુટ્ટિકાથી સર્વ પણ વિપરીતકરણ પાપવાળું, વિષાદિ જેવું જાણવું, અને જિનની આજ્ઞાનો યોગ મંત્ર જેવો જાણવો.
ટીકા :
अत्र च प्रक्रमे वितथकरणं ज्ञेयं आकुट्टिकया-उपेत्यकरणेन सर्वमपि पापं निन्द्यं विषादितुल्यं, विपाकदारुणत्वाद्, आज्ञायोगश्च-सूत्रव्यापारश्च अत्र मन्त्रसमः, तद्दोषापनयनादिति सूत्रार्थः ॥१०००॥ ટીકાર્ય :
અને આ પ્રક્રમમાં=વ્યાખ્યાન કરવાના પ્રક્રમમાં, આકુટ્ટિકાથી–ઉપેત્યકરણથી=જાણીને કરવાથી, સર્વ પણ વિતથકરણ, પાપવાળું નિંદવા યોગ્ય, વિષાદિની તુલ્ય જાણવું; કેમ કે વિપાકથી દારુણપણું છે; અને અહીં વ્યાખ્યાન કરવાના વિષયમાં, આજ્ઞાયોગ-સૂત્રવ્યાપાર, મંત્રની સમાન છે; કેમ કે તેના=વિતથકરણના, દોષનું અપનયન થાય છે, એ પ્રમાણે સૂત્રનો અર્થ છે.
ભાવાર્થ :
ઉપદેશ આપનાર આચાર્ય જાણતા હોય કે આજ્ઞાગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી, અને હેતુઝાહ્ય પદાર્થોને હેતુથી વ્યાખ્યાન કરવા દ્વારા શ્રોતાઓને શ્રુતમાં ગૌરવ પેદા કરવાની હજુ મારી શક્તિ નથી, છતાં તે આચાર્ય શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે, તો તે વ્યાખ્યાન આકટ્ટિકાથી અર્થાત જાણીબૂજીને, વિપરીત કરવારૂપ છે, અને વ્યાખ્યાનનું આ વિતથકરણ વિષાદિ સમાન છે; કેમ કે આ રીતે વ્યાખ્યાન કરનારા આચાર્ય માર્ગનો વિનાશ કરીને ક્લિષ્ટ એવું મિથ્યાત્વમોહનીયકર્મ બાંધે છે, જેના કારણે પોતે ઘણા ભવો સુધી ભગવાનના માર્ગમાં વ્યામોહ પ્રાપ્ત કરશે. વળી તે વ્યાખ્યાનનું વિતથકરણ પાપરૂપ છે અર્થાત્ નિંદનીય પ્રવૃત્તિરૂપ છે.
પરંતુ જે આચાર્ય શાસ્ત્રવચનથી જાણે છે કે ભગવાને આજ્ઞાગમ્ય પદાર્થોને આજ્ઞાથી જ, અને યુક્તિગમ્ય પદાર્થોને યુક્તિથી જ વ્યાખ્યાન કરવાનું કહેલ છે, અને તે આચાર્ય આજ્ઞાની પ્રધાનતાથી શ્રોતાઓને શ્રુતમાં ગૌરવ પેદા થાય તે રીતે જ વ્યાખ્યાન કરતા પણ હોય, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી ક્યારેક વિપરીત વ્યાખ્યાન થઈ જાય, તો તે વિપરીત વ્યાખ્યાનનું કરણ વિષાદિ જેવું છે, છતાં તેવા આચાર્યમાં વર્તતો ભગવાનની આજ્ઞાનો યોગ મંત્ર જેવો છે; કેમ કે તે આચાર્ય વ્યાખ્યાન કરવા અંગે ભગવાનની શું આજ્ઞા છે ? તેને લક્ષ્યમાં રાખીને વ્યાખ્યાન કરે છે. તેથી વ્યાખ્યાનકાળમાં ઉપદેશકનો ઉપયોગ સૂત્રના વ્યાપારમાં પ્રવર્તે છે, જે સૂત્રનો વ્યાપાર ઉત્તમ ભાવરૂપ છે. આ મંત્ર સરખો ઉત્તમ ભાવરૂપ સૂત્રનો વ્યાપાર, અનાભોગથી કે સહસાત્કારથી જે કાંઈ વિપરીત વ્યાખ્યાન થઈ જાય તે રૂપ વિતથકરણ વિષાદિ જેવું હોવા છતાં, તે વિષાદિથી પ્રાપ્ત થનારા દોષને દૂર કરે છે. અર્થાત્ જિનવચનાનુસારી વ્યાખ્યાન કરવામાં ઉપયુક્ત આચાર્યથી ક્વચિત્ વિપરીત વ્યાખ્યાન થઈ જાય તો પણ તેમના હૈયામાં વર્તતો આજ્ઞાયોગનો ઉપયોગ તેમના ચિત્તની મલિનતા થવા દેતો નથી. માટે આવા આચાર્યનું વિપરીત વ્યાખ્યાન પણ નિંદનીય નથી. ||૧00oll.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org