________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૮-૯૯૯ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે “મારે પણ વ્યાખ્યાન આ રીતે જ કરવું જોઈએ, અન્ય રીતે નહીં.” માટે ગ્રંથકારે ફરી પૂર્વની બે ગાથાની વાત પ્રસ્તુત ગાથામાં બીજા શબ્દોથી જણાવી છે. ll૯૯૮ અવતરણિકા :
कालादन्यथाकरणे अदोषाशङ्कां परिहरन्नाह - અવતરણિતાર્થ :
કાળને કારણે અન્યથાકરણમાં અદોષની આશંકાને પરિહરતાં કહે છે અર્થાત્ કોઈને આશંકા થાય કે વર્તમાનકાળ વિષમ હોવાને કારણે શાસ્ત્રીય પદાર્થોનું ગાથા ૯૯૬-૯૯૭માં બતાવ્યું તે પ્રમાણે વ્યાખ્યાન કરનારા આચાર્ય પ્રાપ્ત થવા દુર્લભ છે, તેથી પોતાની શક્તિ મુજબ નિર્દિષ્ટ ગુણોથી વિપરીત વ્યાખ્યાન કરવામાં ઉપદેશક આચાર્યને દોષ થતો નથી. એ પ્રકારની આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
कालो वि वितहकरणे णेगंतेणेह होइ सरणं तु ।
ण हि एअम्मि वि काले विसाइ सुहयं अमंतजुअं ॥९९९॥ અન્વયાર્થ:
રૂઅહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, વિતરકવિતથકરણ હોતે છતે નો વિકાળ પણ પતે એકાંતથી સરVi=શરણ તુ હોડુંથતો નથી જ. (તમાં દૃષ્ટાંત દ્વારા હેતુ આપે છે –) દિનજે કારણથી
મિ વિ જો આ પણ કાળમાં મંતકુમ્ર વિસારૂં અમંત્રયુક્ત વિષાદિ સુદયંગસુખદ ન થતાં નથી. * “તુ' gવ કાર અર્થક છે. * ‘દિ' થાત્ અર્થમાં છે. ગાથાર્થ :
વ્યાખ્યાન કરવાના વિષયમાં વિપરીતકરણ થયે છતે કાળ પણ એકાંતે શરણ થતો નથી જ; તેમાં હેતુ આપે છે– જે કારણથી આ પાંચમા પણ આરામાં મંત્રરહિત વિષાદિ સુખને આપનારાં થતાં નથી. ટીકા : ___कालोऽपि वितथकरणे-विपरीतकरणे नैकान्तेनेह प्रक्रमे भवति शरणमेव, कुत इत्याह-न ह्येतस्मिन्नपि काले-दुष्षमालक्षणे विषादि प्रकृतिदुष्टं सत् सुखदममन्त्रयुतं तु भवतीति गाथार्थः ॥९९९॥ ટીકાઈઃ
આ પ્રક્રમમાં=વ્યાખ્યાન કરવાના પ્રસંગમાં, વિતથકરણમાં=વિપરીતકરણમાં, કાળ પણ એકાંતથી શરણ નથી જ થતો. કયા કારણથી? એથી કહે છે– જે કારણથી દુઃષમાના લક્ષણવાળા આ પણ કાળમાં પ્રકૃતિથી દુષ્ટ છતું અમંત્રથી યુક્ત વિષાદિ વળી સુખને દેનારું થતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org