________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૯૬-૯૯૦, ૯૯૮ ગ્રહણ કરતા શિષ્યોનો પરિણામ પ્રમાણ છે, એ જણાવવા માટે જે રીતે નિશ્ચયનયનું અવલંબન બતાવ્યું છે, એ રીતે ઉપદેશક ગુરુ સર્વ નયોનો યથાસ્થાને વિનિયોગ કરીને સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે, તો શ્રોતાઓમાં ઉચિત સ્થાને ઉચિત નયો યોજવાની પ્રજ્ઞા પ્રગટે છે, એટલું જ નહીં પરંતુ, ભગવાનનાં વચનોને અનેક નયોની દૃષ્ટિએ વિચારવાથી શિષ્યોમાં સર્વત્ર સ્યાદ્વાદનું યોજન કરવાની નિર્મળ પ્રજ્ઞા વિકસે છે, જેનાથી જિનશાસન પ્રત્યે શ્રોતાઓને વિશેષ પ્રકારનો આદરભાવ પેદા થાય છે. માટે પ્રજ્ઞાપક ગુરુએ યોગ્ય શિષ્યો આગળ નિશ્ચય-વ્યવહારાદિ અનેક નયોના અર્થોથી પ્રધાન એવું વ્યાખ્યાન કરવું જોઈએ.
વળી, આચાર્ય શિષ્યો આગળ આગમગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય પદાર્થોનું વ્યાખ્યાન કર્યા પછી, “આ વચનો સર્વજ્ઞકથિત છે અને અસર્વજ્ઞ આ પ્રમાણે કહી શકે નહીં” એમ ગંભીર અને સાર કથનથી શિષ્યોને કહે, જેથી શિષ્યોને આવા પદાર્થોની પ્રરૂપણા કરનાર સર્વજ્ઞ જ હોય, તેવો સર્વજ્ઞ ભગવાનમાં વિશ્વાસ પેદા થાય; પરંતુ તેના બદલે જો આચાર્ય, શાસ્ત્રના ગંભીર પદાર્થોને નહીં જાણનાર સામાન્ય લોક જે રીતે કથન કરે તે રીતે શાસ્ત્રના ગંભીર પદાર્થોનું કથન કરે, તો બુદ્ધિમાન શ્રોતાઓને આ પદાર્થો બતાવનાર પુરુષ સર્વજ્ઞ છે તેવી પ્રતીતિ થાય નહીં. માટે ઉપદેશક આચાર્યએ તુચ્છ એવી ગ્રામ્યોક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, પરંતુ ગંભીર અને સારા કથનોથી વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી શ્રોતાઓને “ભગવાન સર્વજ્ઞ હતા અને તેમણે આ શાસ્ત્રો બતાવેલાં છે” એવી શ્રદ્ધા થાય, અને પારમાર્થિક જિનશાસનની પ્રાપ્તિ થાય.
વળી, આચાર્યએ શ્રોતાઓની ભૂમિકાનો વિચાર કરીને ભૂમિકાના ઉચિતપણાથી વ્યાખ્યાન આપવું જોઈએ, જેથી તે વ્યાખ્યાન શ્રોતાઓને સંવેગનું કારણ બને. આશય એ છે કે આચાર્ય શ્રોતાની ભૂમિકાને અનુરૂપ સંસારનું કે યોગમાર્ગનું સ્વરૂપ બતાવે તો યોગ્ય શ્રોતાઓ સંસારથી વિમુખ ભાવવાળા અને મોક્ષને અભિમુખભાવવાળા થાય છે અને તેઓનું કલ્યાણ થાય છે; પરંતુ પ્રસ્તુત બે ગાથામાં બતાવેલ સર્વ ભાવોને ખ્યાલમાં રાખ્યા વગર અન્ય રીતે વ્યાખ્યાન કરવામાં આવે તો ઉપદેશથી પણ યોગ્ય જીવોનું હિત થતું નથી, અને વિપરીત પ્રરૂપણા હોવાથી ઉપદેશ આપનાર આચાર્યનું પણ અહિત થાય છે. ૯૯૬/૯૯૭
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે=ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું કે આગમ અને હેતુગત વગેરે ગુણોવાળું વ્યાખ્યાન કરવું જોઈએ, અન્યથા નહીં, એને જ કહે છે –
ગાથા :
होंति उ विवज्जयम्मी दोसा एत्थं विवज्जयादेव ।
ता उवसंपन्नाणं एवं चिअ बुद्धिमं कुज्जा ॥९९८॥ અન્વયાર્થ :
વિવનય વળી વિપર્યય હોતે છતે અત્યં અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, વિવાદેવ વિપર્યય હોવાથી જ કોસા દોષો હોંતિ થાય છે. તાકતે કારણથી દ્ધિમં બુદ્ધિમાન ૩વસંપન્ના-ઉપસંપન્નોને= ઉપસંપદા સામાચારી સ્વીકારેલ સાધુઓને, પૂર્વ વિજ્ઞ=આ પ્રમાણે જ (વ્યાખ્યાન) Mા કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org