________________
૮૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૮ ગાથાર્થ :
ગાથા ૯૯૦-૯૧૦માં બતાવ્યું તેનાથી વિપરીત રીતે વ્યાખ્યાન કરાયે છતે વ્યાખ્યાન કરવાના વિષયમાં વિપર્યય હોવાથી જ દોષો થાય છે. તે કારણથી બુદ્ધિમાન આચાર્ય ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓને પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ પ્રમાણે જ વ્યાખ્યાન આપે. ટીકા :
भवन्ति तु विपर्यये अन्यथाकरणे दोषा अत्र, कुत इत्याह-एतद्विपर्ययादेव कारणात्, तत्तस्मादुपसम्पन्नानां सतां शिष्याणामेव यथोक्तबुद्धिमान् (?शिष्याणामेवमेव-यथोक्तं बुद्धिमान्) कुर्यात् व्याख्यानमिति गाथार्थः ॥९९८॥ નોંધ:
ટીકામાં શિષ્યા જાનેવ છે, તેને સ્થાને શિષ્યા મેવમેવ; અને યથોદ્ધમાન છે, તેને સ્થાને યો યુદ્ધમાન હોય તેમ ભાસે છે. ટીકાર્ય :
વળી વિપર્યય હોતે છતે=અન્યથાકરણ હોતે છત=ગાથા ૯૯૬-૯૯૭માં બતાવ્યું તેનાથી અન્ય રીતે વ્યાખ્યાન કરાવે છતે, અહીં=વ્યાખ્યાન કરવાના વિષયમાં, દોષો થાય છે. કયા કારણથી ? એથી કહે છે – આના=વ્યાખ્યાનના, વિપર્યયરૂપ જ કારણથી, દોષો થાય છે. તે કારણથી બુદ્ધિમાન ગુરુ, ઉપસંપન્ન છતા શિષ્યોને આ રીતે જ= થોક્ત=પૂર્વની બે ગાથામાં કહેવાયું એ રીતે જ, વ્યાખ્યાન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૯૯૬-૯૯૭માં કહ્યું કે શ્રુતમાં તે પ્રકારના ગૌરવને પેદા કરતા આચાર્યએ ઉત્તમ દૃષ્ટાંતોવાળું, વિવિધ નયોના અર્થોથી પ્રધાન, ગંભીર અને સાર કથનો વડે સર્વજ્ઞ ભગવંતમાં સર્વજ્ઞતાનો વિશ્વાસ કરાવનારું, નિયમથી સંવેગ કરનારું, આગમ અને હેતુગત વ્યાખ્યાન કરવું જોઈએ, પણ તેનાથી વિપરીત રીતે વ્યાખ્યાન કરવામાં દોષો થાય છે. અને તે દોષો આ પ્રમાણે
નિર્દિષ્ટ ગુણોથી વિપરીત વ્યાખ્યાન કરવાથી ક્વચિત્ શ્રોતાઓને શ્રુતમાં હેયબુદ્ધિ થાય છે, તો ક્વચિત નયાદિનો વિપરીત બોધ થાય છે; અને તુચ્છ એવી ગ્રામ્યોક્તિ વડે વ્યાખ્યાન કરવાથી ગંભીર એવાં જિનવચનો પણ શ્રોતાઓને સામાન્ય એવાં અન્ય કથનો જેવાં ભાસે છે, જેથી સર્વજ્ઞ ભગવાનમાં સર્વજ્ઞતાનો વિશ્વાસ થતો નથી, તેથી શ્રુતના શ્રવણથી સંવેગ થતો નથી અને શ્રોતાઓને શ્રુત સમ્યગ્દરિણમન પામતું નથી. આ સર્વદોષોના નિવારણ માટે ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા શિષ્યોને બુદ્ધિમાન આચાર્યએ ઉપરમાં બતાવ્યું તે રીતે વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી જિનશાસન પામીને શ્રોતાઓનું એકાંતે હિત થાય.
અહીં ગાથા ૯૯૬-૯૯૭માં બતાવી એ જ વાતને બીજા શબ્દોથી કહેવા માટે ગ્રંથકારે પ્રસ્તુત અવતરણિકામાં “આને જ કહે છે” એમ કહેલ છે. તેથી પૂર્વની બે ગાથાની પુનરુક્તિ હોવા છતાં હિતકારી વચનો કહેવામાં પુનરુક્તિ દોષ થતો નથી; કેમ કે હિતકારી વચન શબ્દભેદથી વારંવાર કહેવાથી શ્રોતાઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org