________________
અનુયોગગણાનુજ્ઞાવતુક/“અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૯૪-૯૫ વસ્તુમાં આગમના વચનને કહેનારા છે, ત્યાં પણ =આગમથી જાણી શકાય એવી વસ્તુમાં પણ, મતિનો મોહ કરનારી યુક્તિને કહેતા નથી, આવા પ્રકારના તે સ્વસમયના પ્રજ્ઞાપક ભગવાન વડે અનુમત છે. તેના લાઘવનું આપાદન હોવાથી=સ્વસમયના લાઘવનું આપાદન કરનાર હોવાથી, અચ=આવા આચાર્યથી અન્ય આચાર્ય, સિદ્ધાંતના વિરાધક છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
જે પ્રરૂપણા કરનારા ગુરુ યુક્તિથી ગમ્ય વસ્તુમાં યુક્તિઓ આપવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, અને આજ્ઞાથી ગ્રાહ્ય વસ્તુમાં “આગમ આમ કહે છે એ પ્રમાણે આગમથી કહેવા દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરે છે, પરંતુ આજ્ઞાથી ગ્રાહ્ય વસ્તુમાં પણ મતિનો મોહ કરનારી યુક્તિઓ આપતા નથી, એવા ગુરુ સ્વસમયના પ્રજ્ઞાપક છે અને વ્યાખ્યાન કરવા માટે યોગ્યરૂપે ભગવાનને સંમત છે.
વળી, જે ગુરુ યુક્તિગમ્ય વસ્તુમાં આગમથી વ્યાખ્યાન કરે છે, અને આગમગ્રાહ્ય વસ્તુમાં “હું આગમગ્રાહ્ય ભાવોને પણ યુક્તિથી સમજાવી શકું છું” એવું વૃથા અભિમાન ધારણ કરીને મતિમોહને પેદા કરનારી યુક્તિઓ શ્રોતાને સમજાવે છે, તેવા ગુરુ સિદ્ધાંતના વિરાધક છે. જોકે આવા ઉપદેશક ગુરુ અર્ધવિચારક શ્રોતાઓને બુદ્ધિમાન ભાસે, તોપણ, નિર્મળ પ્રજ્ઞાવાળા શ્રોતાઓને તો આવા ઉપદેશકના વચનોથી જિનશાસનની લઘુતા થતી ભાસે છે; કેમ કે આવા ઉપદેશકનાં વચનો સાંભળીને વિચારક શ્રોતાઓને “જિનશાસનમાં અસંબદ્ધ યુક્તિથી પદાર્થો બતાવ્યા છે” તેવી બુદ્ધિ થવાથી સિદ્ધાંતની હીનતા પ્રાપ્ત થાય છે. આથી શાસ્ત્રમાં આવા પ્રજ્ઞાપકને સિદ્ધાંતની વિરાધના કરનારા કહ્યા છે. ll૯૯૪ો.
અવતરણિકા :
તથા –
અવતરણિયાર્થ:
પૂર્વગાથાની અવતરણિકામાં આશાગ્રાહ્ય અને યુક્તિગ્રાહ્ય, એ બંને પણ ભાવોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? એ પ્રકારની શંકાનું ઉલ્કાવન કરીને તેનો ઉત્તર પૂર્વગાથામાં આપ્યો. હવે તે ઉત્તરને બતાવનાર અન્ય કથનનો તથાથી સમુચ્ચય કરીને કહે છે –
ગાથા :
आणागिज्झो अत्थो आणाए चेव सो कहेयव्वो।
दिटुंतिअ दिटुंता कहणविहि विराहणा इहरा ॥९९५॥ અન્વયાર્થ :
માળિો તો મલ્યો આજ્ઞા ગ્રાહ્ય એવો આ અર્થ મા II વેવ આજ્ઞાથી જ, લિતિગ-દાન્તિક= દષ્ટાંતગ્રાહ્ય અર્થ, હૂિંતા દષ્ટાંતથી વહેળો કહેવો જોઈએ. (આ) વેદવિહિ કથનની વિધિ છે. રૂ= ઇતરથા વિરદUT=વિરાધના થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org