________________
અgયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૨
ટીકા:
अथ व्याख्यानयितव्यं किमपि श्रुतं, कथं ? इत्याह-यथा यथा श्रोतुरवगमो भवति परिजेत्यर्थः, तत्रापि स्थितिमाह-आगमिकं वस्तु आगमेन, यथा 'स्वर्गेऽप्सरसः उत्तराः कुरव' इत्यादि, युक्तिगम्यं पुनर्युक्त्यैव, यथा 'देहमात्रपरिणाम्यात्मा' इत्यादीति गाथार्थः ॥९९२॥ ટીકાર્થ:
હવે કોઈપણ શ્રતનું વ્યાખ્યાન કરવું જોઈએ. કઈ રીતે? એથી કહે છે – જે જે રીતે શ્રોતાને અવગમ= પરિજ્ઞા, થાય છે તે રીતે વ્યાખ્યાન કરવું જોઈએ. ત્યાં પણ સ્થિતિને કહે છે=શ્રોતાને જે જે રીતે બોધ થાય તે તે રીતે વ્યાખ્યાન કરવામાં પણ મર્યાદા બતાવે છે –
આગમિક વસ્તુનું આગમથી વ્યાખ્યાન કરવું જોઈએ. જેવી રીતે – “સ્વર્ગમાં અપ્સરાઓ છે, કુરુઓ ઉત્તર છે=ઉત્તર દિશામાં છે,” ઈત્યાદિ....
વળી યુક્તિગમ્યનું યુક્તિથી જ વ્યાખ્યાન કરવું જોઈએ. જેવી રીતે – “દેહમાત્રમાં પરિણામી આત્મા છે” ઇત્યાદિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૭૩માં કહેલ કે અનુયોગી આચાર્ય સિદ્ધાંતની વિધિથી જ યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરે. તેથી તે વ્યાખ્યાન પણ કઈ રીતે કરે ? તે બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં કહે છે કે કોઈપણ સૂત્રનું વ્યાખ્યાન માત્ર પંક્તિના અર્થ કરવા દ્વારા ન કરે, પરંતુ શ્રોતાને જે જે પ્રમાણે બોધ થાય તે તે પ્રમાણે વ્યાખ્યાન કરે.
આથી એ ફલિત થયું કે શ્રોતાઓની પ્રજ્ઞાના ભેદથી પદાર્થના વર્ણનનો ભેદ આવશ્યક છે. તે આ રીતે –
અતિપ્રજ્ઞાવાળા શ્રોતાઓને અલ્પ શબ્દોથી ઘણો બોધ થઈ જાય, તો કેટલાક શ્રોતાઓ એવા હોય કે તેમને અનેક દૃષ્ટિકોણથી શાસ્ત્રીય પદાર્થો બતાવવામાં આવે તો જ પદાર્થના વાસ્તવિક તાત્પર્યનો બોધ થઈ શકે. આથી ઉપદેશક આચાર્યએ શ્રોતાની પ્રજ્ઞા અનુસાર શ્રોતાઓને જે રીતે અર્થોનો બોધ થાય તે રીતે સંક્ષેપથી કે વિસ્તારથી વ્યાખ્યાન કરવું જોઈએ.
વળી, આ પ્રકારે વ્યાખ્યાન કરવામાં પણ શું મર્યાદા છે? તે બતાવતાં કહે છે કે અમુક શાસ્ત્રવચનોને શાસ્ત્રવચનથી સ્વીકારવાનાં હોય છે, જયારે અમુક શાસ્ત્રવચનોને યુક્તિથી સમજવાનાં હોય છે. આથી તે શાસ્ત્રવચનો ભણાવતી વખતે ગુરુ શિષ્યોને કહે કે “આ પદાર્થો માત્ર જિનાજ્ઞાથી ગ્રાહ્ય છે. જેમ કે “અપ્સરાઓ સ્વર્ગમાં છે, કુરુક્ષેત્રો ઉત્તર દિશામાં આવેલાં છે,” ઇત્યાદિ આગમનાં વચનો આગમથી જ સ્વીકારવાં જોઈએ, પરંતુ તેમાં યુક્તિઓ જોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
વળી, કેટલાંક શાસ્ત્રવચનો યુક્તિપૂર્વક સમજવાનાં હોય છે. તેથી તેવાં શાસ્ત્રવચનો શિષ્યોને ભણાવતી વખતે ગુરુ યુક્તિઓ આપવા દ્વારા પદાર્થનું સ્થાપન કરે. જેમ કે “આત્મા દેહમાત્રપરિણામી છે.” ઇત્યાદિ તેવા પદાર્થો શિષ્યો આગળ વ્યાખ્યાન કરતી વખતે ગુરુ એમ ન કહે કે “આ પદાર્થ જિનાજ્ઞાથી ગ્રહણ કરવો.” પરંતુ યુક્તિ આપીને સમજાવે કે “આત્માને દેહમાત્ર વ્યાપી ન માનીએ અને સર્વવ્યાપી માનીએ તો આટલા આટલા દોષોની પ્રાપ્તિ થાય.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org