________________
૬૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા’ દ્વાર / ગાથા ૯૮૯-૯૯૦ પાસે આટલો સમય રહીશ” એ પ્રમાણે અરિહંત-સિદ્ધાદિની સાક્ષીએ સ્થાપના કરાય છે. કાયોત્સર્ગપૂર્વિકા થાય છે=આવા પ્રકારની સ્થાપના કાયોત્સર્ગ કરવાપૂર્વક કરાય છે, એ પ્રમાણે અન્ય આચાર્ય કહે છે.
અને આ ઉભયનો નિયમ છે=ઉપરમાં બતાવ્યો એ સ્થાપનાનો નિયમ આગંતુક શિષ્ય અને ઉપસંપદા આપનાર ગુરુ એ બંને માટેનો છે, અર્થાત્ જેમ શિષ્ય હું આટલો કાળ અમુક સૂત્રો ભણવા માટે અહીં રહીશ” એવી અરિહંતાદિની સાક્ષીએ સ્થાપના કરે છે, તેમ ગુરુ પણ હું આટલો કાળ અમુક સૂત્રો ભણાવવા માટે આ શિષ્યને રાખીશ' એવી અરિહંતાદિની સાક્ષીએ સ્થાપના કરે છે.
અને આભાવ્યની અનુપાલના થાય છે=શિષ્ય વડે નાલથી બદ્ધ એવી વલ્લિથી વ્યતિરિક્ત એવું દેય છે=જે પણ હોય તે સર્વ આપવા યોગ્ય છે, અર્થાત્ સંબંધ વગરનો મુમુક્ષુ તે આગંતુક સાધુના ઉપદેશથી દીક્ષા લેવા તૈયાર થાય તો પોતે જેમની પાસે ભણે છે તે ગુરુને તે મુમુક્ષુ સોપવો જોઈએ. ગુરુ વડે પણ તે આગંતુક શિષ્ય, સમ્યનું પાલન કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત થઈ શકે એટલું જ્ઞાન મેળવ્યા પછી અધિક જ્ઞાન મેળવવા માટે શિષ્ય પોતાના ગુરુની અનુજ્ઞા મેળવીને અન્ય ગુરુ પાસે જાય ત્યારે શું મર્યાદા આવે? તે બતાવે છે –
ગુરુ વડે આદેશ અપાયેલો શિષ્ય, ગુરુએ આદેશેલા અન્ય ગુરુ પાસે ઉપસ્થિત થાય ત્યારે તે શિષ્ય અને તે સંદિષ્ટ ગુરુ વચ્ચે પરસ્પર પરીક્ષા થાય છે. ત્યારપછી આગંતુકને તે સંદિષ્ટ ગુરુ યોગ્ય જણાય તો તે આગંતુક શિષ્ય તેમની નિશ્રા સ્વીકારે, અને ગુરુને પણ તે આગંતુક શિષ્ય યોગ્ય જણાય તો તેને શાસ્ત્રાભ્યાસ કરવા માટે પોતાની નિશ્રા આપે. હવે પરીક્ષા કરવાની રીત બતાવે છે –
સંદિષ્ટ ગુરુના શિષ્યો અમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તો આગંતુક શિષ્ય તેઓને પ્રેરણા કરે છે અર્થાત્ ઉચિત વચનો વડે તેઓને અપ્રમાદનું અને જિનાજ્ઞાનુસારી પ્રવૃત્તિ કરવાનું મહત્ત્વ સમજાવે છે. જો તે સાધુઓ મિથ્યા દુષ્કૃત આપીને પોતાની ભૂલ સુધારે તો તેઓનો સમુદાય યોગ્ય છે, પરંતુ જો તેઓ મિથ્યા દુષ્કૃત ન આપે, તો તેઓને આગંતુક શિષ્ય ત્રણ વાર પ્રેરણા કરે. ત્યારપછી પણ તેઓ પોતાની ભૂલ સુધારે નહીં, તો આગંતુક શિષ્ય તેઓની અમાર્ગમાં પ્રવૃત્તિ સંદિષ્ટ ગુરુને જણાવે, અને ગુરુ પણ પોતાના શિષ્યોના શિથિલાચારમાં સંમત હોય, તો તે ગુરુને શિથિલાચારી જાણીને તે આગંતુક શિષ્ય તેમનો ત્યાગ કરે; પરંતુ ગુરુ પોતાના શિષ્યોના અમાર્ગમાં પ્રવર્તનમાં સંમત ન હોય તો તેવા ગુરુને માર્ગાનુસારી જાણીને આગંતુક શિષ્ય તેમની પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારે.
આ રીતે સંદિષ્ટ ગુરુના શિષ્યો પણ આગંતુક શિષ્ય અમાર્ગમાં પ્રવર્તતો હોય તો તેને સન્માર્ગમાં પ્રવર્તવાની પ્રેરણા કરે, અને ત્રણ વાર પ્રેરણા કરવા છતાં તે શિષ્ય અમાર્ગમાંથી નિવૃત્ત ન થાય તો તે શિષ્યો પોતાના ગુરુને તેની અમાર્ગમાં પ્રવૃત્તિની જાણ કરે. ત્યારપછી ગુરુ તેને પરુષાધિક કથન કરે અર્થાત્ આગંતુક શિષ્યએ પોતાના શિષ્યો જેવી જ ભૂલ કરી હોય, તોપણ તે ભૂલના નિવારણ માટે ગુરુ પોતાના શિષ્યોને જેટલા કઠોર વચનો કહે તેનાથી પણ વધારે કઠોર વચનો તે આગંતુક શિષ્યને કહે, જેથી તે શિષ્ય પોતાની ભૂલની શુદ્ધિ કરીને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરતો થઈ જાય તો નિશ્રા આપે, ન કરે તો નિશ્રા ન આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org