________________
૫૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૪ ત્યાં પ્રશ્ન થાય કે અલ્પ આધારવાળા જીવનો વિનાશ ભલે થાય, તોપણ તેને થયેલા બોધથી અન્ય શ્રોતાઓને તો લાભ થશે ને ? તેના નિરાકરણ માટે કહે છે –
ગાથા :
न परंपराए वि तओ मिच्छाभिनिवेसभाविअमईओ।
अन्नेसि पि अ जायइ पुरिसत्थो सुद्धरूवो उ ॥९८४॥ અન્વયાર્થ :
મિચ્છિિનવેમવિગતો મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા એવા તેનાથી=અતિપરિણામક કે અપરિણામક શિષ્યથી, અન્નેff fuઅન્યોને પણ પરંપરા, વિપરંપરા વડે પણ સુદ્ધવો ૩પુરિસ્થાન શુદ્ધરૂપ જ પુરુષાર્થ ન નાયડૂ થતો નથી. * ગાથાના ત્રીજા પાદમાં રહેલ “' પાદપૂર્તિ અર્થે છે.
ગાથાર્થ :
મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા અતિપરિણામકાદિ શિષ્યથી અન્ય જીવોને પણ પરંપરાએ પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થ થતો નથી. ટીકાઃ __न परम्परयाऽपि तत: अतिपरिणामकादेः मिथ्याभिनिवेशभावितमतेः सकाशाद् अन्येषामपि श्रोतृणां जायते पुरुषार्थः शुद्धरूप एव, मिथ्याप्ररूपणादिति गाथार्थः ॥९८४॥ * અહીં “પરમ્પરાપિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે અતિપરિણામકાદિ શિષ્યોને છેદગ્રંથોનું વ્યાખ્યાન આપે તો તેનાથી તે શિષ્યોને સાક્ષાત તો શુદ્ધ પુરુષાર્થ થતો નથી, પરંતુ તે શિષ્યોના ઉપદેશ દ્વારા શ્રોતાઓને પણ પરંપરાએ પણ શુદ્ધ પુરુષાર્થ પેદા કરવાનું કારણ બનતું નથી. ટીકાર્ય : - મિથ્યાભિનિવેશથી ભાવિતમતિવાળા એવા તેનાથી=અતિપરિણામકાદિ પાસેથી, અન્ય શ્રોતાઓને પણ પરંપરા વડે પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થ થતો નથી; કેમ કે મિથ્યા પ્રરૂપણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અતિપરિણામક કે અપરિણામક શિષ્યો પાસે છેદસૂત્રાદિના રહસ્યનું વ્યાખ્યાન કરવાથી તેઓને વિપરીત બોધ થાય છે, અને તે વિપરીત બોધમાં “શાસ્ત્ર પણ આમ જ કહે છે” એ પ્રકારનો તેઓને મિથ્યાઅભિનિવેશ પણ થાય છે, જેના કારણે આવા શિષ્યો પાસેથી છેદસૂત્રાદિના અર્થો સાંભળનારા અન્ય જીવોને પણ શુદ્ધરૂપ જ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી, કેમ કે આવા શિષ્યો શ્રોતાઓ પાસે મિથ્યા પ્રરૂપણા કરે છે.
આશય એ છે કે ભગવાનના વચનના યથાર્થ બોધથી જે ઉચિત પ્રવૃત્તિ થાય છે તે શુદ્ધ પુરુષાર્થ છે, અને આવો શુદ્ધ જ પુરુષાર્થ નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે; જયારે છેદસૂત્રાદિના અર્થોને વિપરીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org