________________
૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૬
ટીકાર્ય :
આવા ગુણોથી યુક્ત પણ=ગાથા ૯૭૯માં બતાવ્યા એવા ગુણોવાળા પણ, યથાવિધાનથી=સૂત્રની નીતિથી શાસ્ત્રમાં બતાવેલ વિધિથી, ઉપસંપન્ન છતાઓનેaઉપસંપદા સામાચારી સ્વીકારેલ એવા સાધુઓને, ગુરુએ વ્યાખ્યાન કરવું જોઈએ; અન્યથા નહીંઆવા ગુણોથી યુક્ત હોવા છતાં યથાવિધાનથી ઉપસંપન્ન થયા ન હોય તેવા સાધુઓને ગુરુએ વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, કેમ કે તેની=વ્યાખ્યાનની, અપરિણતિ આદિ દોષ છે. આવા ગુણોથી યુક્ત સાધુઓને પણ વ્યાખ્યાન કેવી રીતે કરવું જોઈએ? એથી કહે છે – આત્મા વડે સુવિનિશ્ચિત-પોતાના વડે સારી રીતે નિર્ણય કરાયેલ, યથાબોધ=પોતાના બોધને અનુસાર, સૂત્રઅર્થાદિના ક્રમથી સમ્યગુ વ્યાખ્યાન કરવું જોઈએ; પરંતુ શુકના પ્રલાપપ્રાય નહીં પોપટના બોલવા જેવું વ્યાખ્યાન કરવું જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૭૯માં બતાવ્યા એવા ગુણોથી યુક્ત એવા પોતાના શિષ્યોને જેમ ગુરુએ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરવાનું છે, તેમ પોતાની પાસે સૂત્રમાં બતાવેલ નીતિથી ઉપસંપદા સામાચારી સ્વીકારીને શાસ્ત્રો ભણવા માટે આવેલા બીજા આચાર્યના આવા ગુણોથી યુક્ત અને વિધિપૂર્વક ઉપસંપન્ન થયેલા સાધુઓને પણ ગુરુએ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન આપવાનું છે; પરંતુ જો તેઓએ વિધિપૂર્વક ઉપસંપદા સ્વીકારેલ ન હોય તો, તેઓને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અપાય નહીં; કેમ કે તેઓ આવા ગુણોથી યુક્ત હોવા છતાં વિધિપૂર્વક ઉપસંપન્ન નહીં થયેલા હોવાથી તેઓને અપરિણતિ કે વિપરીત પરિણતિરૂપ દોષ થાય છે.
વળી, આવા ગુણોથી યુક્ત અને શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક ઉપસંપદા સામાચારી સ્વીકારીને આવેલા સાધુઓને પણ વ્યાખ્યાન કઈ રીતે આપવું જોઈએ ? તે બતાવે છે –
પોતાને જે અર્થો સુવિનિશ્ચિત હોય તે અર્થોને પોતાના બોધને અનુરૂપ સૂત્ર-અર્કાદિના ક્રમથી ગુરુએ સમ્યમ્ વ્યાખ્યાન કરવા જોઈએ; પરંતુ જેમ પોપટ જેટલું શીખેલો હોય તેટલો પ્રલાપ કરે, તેમ ગુરુએ છેદસૂત્રાદિની પંક્તિને લઈને માત્ર શબ્દોના અર્થોનો પ્રલાપ કરવો જોઈએ નહીં, કેમ કે તેમ કરવાથી ભણનાર શિષ્યોને સૂત્રના ગંભીર અર્થોનો સમ્યમ્ બોધ થતો નથી.
અહીં “સૂત્રાર્યાદિના ક્રમથી” વ્યાખ્યાન કરવાનું કહ્યું તેનું તાત્પર્ય એ છે કે હંમેશાં વ્યાખ્યાન ત્રણ ભૂમિકાથી કરવામાં આવે છે : તેમાં (૧) પ્રથમ સૂત્રોનો સામાન્ય અર્થ કરવાનો હોય છે. (૨) તે સામાન્ય અર્થોનો શિષ્યોને બોધ થઈ જાય પછી તે સૂત્ર પર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિમાંથી જે ઉપલબ્ધ હોય તે સર્વથી યુક્ત સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવાનું હોય છે; અને (૩) શિષ્યો જ્યારે તેના વ્યાખ્યાનથી પણ સંપન્ન થઈ જાય ત્યારે, ગુરુએ સર્વ નયોની દૃષ્ટિથી તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવાનું હોય છે. આ રીતે અર્થોનું વ્યાખ્યાન કરનારા ગુરુ સૂત્રાર્યાદિના ક્રમથી વ્યાખ્યાન કરનારા કહેવાય.
વળી “યથાબોધ સમ્ય” વ્યાખ્યાન કરવાનું કહ્યું. તેનાથી એ કહેવું છે કે સૂત્રોના અર્થોની સુવિનિશ્ચિતતા દરેકના ક્ષયોપશમના ભેદથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર એમ અનેક રીતે હોઈ શકે છે. આથી આ યુગના આચાર્યો સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન પૂર્વકાલીન પૂર્વધરો જેવું કરી શકે નહીં; છતાં પોતાના બોધ પ્રમાણે શિષ્યોને અર્થોનો સમ્યગ્બોધ કરાવવો આવશ્યક છે. તેથી ગુરુ શિષ્યોને અર્થોનું વ્યાખ્યાન યથાબોધ સમ્યગું આપે, પરંતુ પોપટપાઠની જેમ વ્યાખ્યાન આપે નહીં. I૯૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org