________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૭-૯૮૮
અવતરણિકા :
तद्भावनायैवाह -
અવતરણિકાર્થ:
પૂર્વગાથામાં ઉપસંપન્ન સાધુઓને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન આપવાની વિધિ બતાવી. તેથી ઉપસંપદા સામાચારીની શું મર્યાદા છે ? તેના ભાવન માટે જ કહે છે –
ગાથા:
उवसंपयाए कप्पो सगुरुऩगासे गहिअसुत्तत्थो । तदहिगगहणसमत्थोऽणुन्नाओ तेण संपज्जे ॥ ९८७॥
અન્વયાર્થઃ
વસંપયાÇ જથ્થો=ઉપસંપદાનો કલ્પ છે – સચુસસે હિંગમુત્તો સ્વગુરુની પાસે ગૃહીતસૂત્રાર્થવાળો, તવહિયાગહળસમત્વો તેનાથી=પોતાના ગુરુ પાસેથી જે પ્રાપ્ત કર્યું તેનાથી, અધિકના ગ્રહણમાં સમર્થ, તે= તેના વડે=પોતાના ગુરુ વડે, અનુન્નાઞો-અનુજ્ઞાત સંપì=ઉપસંપદા સ્વીકારે છે.
ગાથાર્થ:
ઉપસંપન્ન સાધુઓનો આ આચાર છે ઃ જે શિષ્ય પોતાના ગુરુ પાસે સૂત્રાર્થ ભણ્યો હોય, પોતાના ગુરુ પાસે જે શાસ્ત્રો પ્રાપ્ત કર્યાં તેના કરતાં અધિક શાસ્ત્રો ભણવા માટે જે શિષ્ય સમર્થ હોય, અને જે શિષ્યને પોતાના ગુરુએ અધિક શાસ્ત્રો ભણવાની અનુજ્ઞા આપી હોય, તેવો શિષ્ય બીજા ગુરુ પાસે ઉપસંપદા સામાચારી સ્વીકારે છે.
ટીકાર્ય
93
ટીકા :
उपसम्पन्नानां स कल्पो = व्यवस्था, स्वगुरुसकाशे यथासम्भवं गृहीतसूत्रार्थः सन् तत्प्रथमतया तदधिकग्रहणसमर्थः=प्राज्ञः सन्ननुज्ञातस्तेन गुरुणोपसम्पद्यते विवक्षितसमीप इति गाथार्थः ॥ ९८७॥
Jain Education International
ઉપસંપન્નોનો=ઉપસંપદા સામાચારી સ્વીકારેલ સાધુઓનો, તે કલ્પ છે–વ્યવસ્થા છે. જે હવે બતાવે છે – તેનાથી પ્રથમપણા વડે=હવે નવાં શાસ્ત્રો પોતાને ભણવાં છે તેનાથી પહેલાં, સ્વગુરુની પાસે યથાસંભવ–જે પ્રમાણે સંભવે તે પ્રમાણે, ગ્રહણ કરાયાં છે સૂત્રો અને અર્થો જેના વડે એવો છતો, તેનાથી અધિકના ગ્રહણમાં સમર્થ=ગુરુ પાસેથી જે સૂત્રાર્થો પ્રાપ્ત થયા તેનાથી વધારે સૂત્રાર્થો ભણવામાં સમર્થ=પ્રાજ્ઞ છતો, તેના વડે=ગુરુ વડે, અનુજ્ઞાત=અનુજ્ઞા અપાયેલો શિષ્ય, વિવક્ષિતની સમીપમાં=પોતાના ગુરુ દ્વારા વિવક્ષા કરાયેલા બીજા ગુરુની પાસે, ઉપસંપદા સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org