________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૭-૯૮૮, ૯૮૯-૯૯૦ ભાવાર્થ :
ઉપસંપદા સામાચારી સ્વીકારવામાં આ મર્યાદા છે કે જેણે પોતાના ગુરુ પાસે સંભવી શકે તેટલાં સૂત્રો અને તે સૂત્રોના અર્થો ગ્રહણ કરી લીધા હોય, અને ગુરુ પાસેથી પોતાને જે સૂત્રાર્થો પ્રાપ્ત થયા તેના કરતાં અધિક સૂત્રો અને અર્થે ભણવા માટે સમર્થ હોય, અર્થાત્ એટલો પ્રજ્ઞાવાન હોય, તો આવો શિષ્ય પોતાના ગુરુની અનુજ્ઞા લઈને, ગુરુએ કહેલ બીજા ગુરુ પાસે શ્રુતાભ્યાસ કરવા માટે ઉપસંપદા સામાચારી સ્વીકારે. વળી ઉપસંપદા સામાચારી સ્વીકારવા જતાં પહેલાં ગુરુ-શિષ્યના વિષયમાં પણ વિશેષ મર્યાદા છે, જે હવે બતાવે છે –
ગુરુનો પરિવાર જો શિક્ષક જેવો હોય, પણ કોઈ શિક્ષિત ન હોય, અર્થાત્ પોતાના ગુરુના સમુદાયમાં કોઈ ગીતાર્થ સાધુ ન હોય પણ બધા સાધુઓ હજુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા હોય, અથવા ગુરુ એકાકી જેવા હોય, અર્થાત્ પોતાના ગુરુને એકાદ શિષ્ય જ હોવાથી પોતે જાય તો ગુરુ એકલા પડી જાય તેમ હોય, તો શિષ્ય આગળનાં શાસ્ત્રો ભણવા માટે જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે નહીં, કેમ કે પોતે અનુજ્ઞા માંગે, ગુરુ અનુજ્ઞા આપે અને પોતે ગુરુના પરિવારમાંથી નીકળીને બીજે જતો રહે, તો સમુદાયના બધા શિક્ષકોને પોતાના ગુરુ ભણાવનારા એકલા હોવાથી ગુરુ તેઓને શાસ્ત્રબોધ સમ્યગૂ કરાવી શકે નહીં, જેથી તે શિક્ષકોનો અભ્યાસ સિદાય; અથવા ગુરુ પરિવાર વગરના હોય, અને શાસ્ત્રો ભણીને તૈયાર થયેલો પ્રજ્ઞાવાન શિષ્ય ગુરુ પાસે હોય, તો ગુરુની વૈયાવચ્ચ વગેરે દ્વારા ગુરુનો શારીરિક ખ્યાલ રાખી શકે. આથી અધિક ભણવાની ઇચ્છાથી ગુરુના અપરિણત શિષ્યોની અને ગુરુની ચિંતા કર્યા વગર શિષ્ય અન્ય ગુરુ પાસે ભણવા જવાની પોતાના ગુરુ પાસે અનુજ્ઞા માંગે તો શિષ્યને દોષોની પ્રાપ્તિ થાય. આમ, ગુરુ ભણનારા શિષ્યોના પરિવારવાળા હોય કે પરિવાર વગરના હોય તો પ્રજ્ઞાવાન શિષ્ય અધિક ભણવા જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે નહીં.
વળી, ગુરુ પણ પોતે અપરિણત સાધુઓના પરિવારવાળા ન હોય કે પરિવાર વગરના ન હોય તો, પ્રજ્ઞાવાન શિષ્યને અધિક શાસ્ત્રો ભણવા માટે જતો અટકાવે નહીં, કેમ કે ઘણાં શાસ્ત્રો ભણી શકે તેમ હોવા છતાં તે શિષ્યને ગુરુ પોતાની પાસે રોકી રાખે તો તેને વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, તેમાં ગુરુ નિમિત્તકારણ બને, જેથી ગુરુને અંતરાયની પ્રાપ્તિ થાય. તેમ જ પ્રજ્ઞાવાન શિષ્યને રોકવાથી અધિક ભણીને તેને જે સંયમની શુદ્ધિ પ્રાપ્ત થવાની હતી, અને અધિક જ્ઞાન મેળવ્યા પછી સ્વગચ્છમાં આવીને આવો શિષ્ય જે અધિક જ્ઞાનનો વિસ્તાર કરવાનો હતો, તે નહીં કરી શકવામાં તે ગુરુ નિમિત્ત બને છે. તેથી ગુણવાન ગુરુ આવા યોગ્ય શિષ્યને અધિક સૂત્રાર્થો ગ્રહણ કરવા માટે અવશ્ય અન્ય ગુરુ પાસે જવા દે, પણ પોતાની પાસે રાખે નહીં. ll૯૮૭૯૮૮
અવતરણિકા :
તત્ર –
અવતરણિકાર્ય :
ત્યાં, અર્થાતુ પોતાના ગુરુ પાસેથી પોતાને જે સૂત્રો અને અર્થો પ્રાપ્ત થયા છે તેના કરતાં અધિક સૂત્રાર્થો ભણવામાં સમર્થ શિષ્ય, ગુરુની અનુજ્ઞા મેળવીને આગળના સૂત્રાર્થો ભણવા માટે ગુરુ દ્વારા કહેવાયેલા અન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org