________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૨-૯૮૩-૯૮૪
પ૦
ભાવાર્થ :
ગાથા ૯૭૯માં બતાવ્યા મુજબ ભાવયુક્તાદિ ગુણોવાળા પરિણામક શિષ્યને છોડીને અતિપરિણામક કે અપરિણામક શિષ્યને આ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અનર્થ કરનારું બને છે અર્થાત્ વિશિષ્ટ પરિણમન પમાડનારી મતિ નહીં હોવાથી અપરિણામક શિષ્યને ઉત્સર્ગ-અપવાદના યથાર્થ સ્થાનોનો બોધ થતો નથી; અને અતિપરિણામક શિષ્ય સ્વપ્રજ્ઞાદોષને કારણે ગુરુ જે સૂત્રનું જે તાત્પર્ય બતાવે તેના કરતાં અધિક સૂક્ષ્મ રીતે તે તાત્પર્ય જોડવા પ્રયત્ન કરે છે, અને ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોને અયથાર્થ રીતે જોડીને ઉત્સર્ગઅપવાદનાં કથનોને અતિપરિણમન પમાડે છે અર્થાત્ જે શાસ્ત્રની પંક્તિનું જે સ્થાનમાં તાત્પર્ય છે, તે સ્થાન કરતાં અધિક સ્થાનમાં તે તાત્પર્યનું યોજન કરે છે, જેના કારણે અનર્થ થાય છે. આથી મતિમાન ગુરુ આવા શિષ્યોના હિત માટે તેઓની આગળ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરતા નથી, અને તે રીતે પૂજય એવા પૂર્વના ગુરુઓ કહે છે, જે સ્વયં ગ્રંથકાર ગાથા ૯૮૩-૮૪માં બતાવે છે. I૯૮રા
ગાથા :
आमे घडे निहित्तं जहा जलं तं घडं विणासेइ ।
इअ सिद्धंतरहस्सं अप्पाहारं विणासेइ ॥९८३॥ અન્વયાર્થ :
નહીં જે પ્રમાણે સામે પડે આમ ઘટમાં કાચા ઘડામાં, નિદિત્ત નતંત્રનંખાયેલું જલ તે કહું તે ઘટને વિપાસેફ વિનાશે છે, રૂમ એ પ્રમાણે સિદ્ધતરહ સંગસિદ્ધાંતનું રહસ્ય સપાહા અલ્પાધારને વિઘાડુંવિનાશે છે.
ગાથાર્થ :
જે પ્રમાણે કાચા ઘડામાં નંખાયેલું પાણી તે કાચા ઘડાનો વિનાશ કરે છે, એ પ્રમાણે સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળા શિષ્યનો વિનાશ કરે છે. ટીકા : ___ आमे घटे निषिक्तं सत् यथा जलं तं घटमामं विनाशयति, इय-एवं सिद्धान्तरहस्यमप्यल्पाधारं प्राणिनं विनाशयतीति गाथार्थः ॥९८३॥
ટીકાર્ય :
જે રીતે આમ=કાચા, ઘટમાં નંખાયું છતું જલ તે આમ ઘટનો વિનાશ કરે છે, એ રીતે સિદ્ધાંતનું રહસ્ય પણ અલ્પ આધારવાળા પ્રાણીનો=અપરિણત અને અતિપરિણત જીવનો, વિનાશ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૯૮૩)
અવતરણિકા :
પૂર્વગાથામાં દષ્ટાંત બતાવવા દ્વારા કહ્યું કે સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આધારવાળા જીવનો વિનાશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org