________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૮૪-૯૮૫
૫૯
અવધારણ કરીને મિથ્યા પ્રરૂપણા કરનાર શિષ્યો પાસેથી તો શ્રોતાઓને પણ વિપરીત બોધની પ્રાપ્તિ થાય છે, મોક્ષમાર્ગને અનુકૂળ એવા શુદ્ધરૂપ જ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. આથી અતિપરિણામક કે અપરિણામક એવા અયોગ્ય શિષ્યોને પૂર્વના ગુરુઓ છેદગ્રંથોનું રહસ્ય આપવાની ના પાડે છે.
અહીં “શુદ્ધરૂપ જ પુરુષાર્થ” એમ વકાર મૂક્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે અતિપરિણામક કે અપરિણામક વક્તા પણ કંઈક કંઈક યથાર્થ પ્રરૂપણા કરે છે, તેથી વક્તાના તે વચનાનુસારે શ્રોતાઓને કંઈક શુદ્ધરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે, તોપણ, આવા વક્તાના વચનાનુસારે શ્રોતાઓને સર્વ પુરુષાર્થ શુદ્ધરૂપ જ પ્રાપ્ત થતો નથી; કેમ કે આવા વક્તાની પ્રરૂપણા કોઈક સ્થાનમાં સત્ય હોવા છતાં સર્વ સ્થાનમાં જિનવચનાનુસાર હોતી નથી. I૯૮૪ો , અવતરણિકા:
एतदेवाह - અવતરણિકાર્ય :
પૂર્વની બે ગાથાઓમાં પૂજ્યોનું કથન બતાવ્યું કે અતિપરિણામકાદિ શિષ્યોને સિદ્ધાંતનું રહસ્ય આપવાથી તેઓનો વિનાશ થાય છે અને તેઓ પાસેથી અન્ય જીવોને પણ પરંપરાએ પણ શુદ્ધ જ પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. તેથી હવે પરંપરાએ પણ અન્ય શ્રોતાઓને શુદ્ધ જ પુરુષાર્થ કઈ રીતે પ્રાપ્ત થતો નથી? તે બતાવીને, આવા અતિપરિણામકાદિ શિષ્યોને ગુરુ છેદગ્રંથોનું વ્યાખ્યાન ન કરે, પરંતુ યોગ્ય શિષ્યોને હિત માટે જ વ્યાખ્યાન કરે. એ વાતને જ કહે છે –
ગાથા :
अवि अ तओ च्चिअ पायं तब्भावोऽणाइमं ति जीवाणं ।
इअ मुणिऊण तयत्थं जोग्गाण करिज्ज वक्खाणं ॥९८५॥ અન્વયાર્થ :
વિ મકવળી મારૂબં-અનાદિમાન છે, તિ એથી નીવાઈ જીવોને પાયં પ્રાયઃ તો ત્રિ-આ જ=અતિપરિણામોદિ જ, તમારવો તેનો ભાવ થાય છે મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. રૂમ =એ પ્રમાણે જાણીને તથિંકતદર્થ શિષ્યોના હિત માટે, (ગુરુએ) નોYTUTયોગ્યોને વક્વાઈi વ્યાખ્યાન રિHકરવું જોઈએ. » ‘વિસ' પૂર્વની બે ગાથાના સમુચ્ચય અર્થક છે. ગાથાર્થ :
વળી, અનાદિમાન છે, એથી કરીને જીવોને પ્રાયઃ અતિપરિણામકાદિરૂપ જ મિથ્યાભિનિવેશનો ભાવ થાય છે. એ પ્રમાણે જાણીને શિષ્યોના હિત માટે ગુરુએ ચોગ્ય શિષ્યોને વ્યાખ્યાન આપવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org