________________
us
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૮૨
અવતરણિકા :
कथमित्याह - અવતરણિકાW:
પૂર્વગાથામાં કહ્યું કે અતિપરિણામક અને અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન અહિત કરનારું જ થાય છે. તેથી પ્રશ્ન થાય કે અહિત કરનારું કેવી રીતે થાય છે? એથી કરીને કહે છે –
ગાથા :
तेसि तओ च्चिय जायइ जओ अणत्थो तओ ण तं मइमं ।
तेसिं चेव हियट्ठा करिज्ज पुज्जा तहा चाहु ॥९८२॥ અન્વયાર્થ :
નમો જે કારણથી તેસિકતેઓને=અતિપરિણામક અને અપરિણામક શિષ્યોને, તો થ્વિ તેનાથી જ=વ્યાખ્યાનથી જ, અનર્થ નાયડું થાય છે, તો તે કારણથી મરૂબં-મતિમાન=બુદ્ધિશાળી ગુરુ, તેલં વેવ હિયટ્ટા તેઓના જ અતિપરિણામક અને અપરિણામક શિષ્યોના જ, હિતના અર્થે તં તેને
દસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનને, ન રિન્ન=ન કરે. તહીં ચં અને તે રીતે પુળા-પૂજ્ય આદુ-કહે છે. ગાથાર્થ :
જે કારણથી અતિપરિણામક અને અપરિણામક શિષ્યોને છેદસૂત્રાદિના વ્યાખ્યાનથી જ અનર્થ થાય છે, તે કારણથી બુદ્ધિશાળી ગુરુ તે શિષ્યોના જ હિત માટે વ્યાખ્યાન ન કરે, અને તે રીતે પૂજ્ય એવા ગુરુઓ કહે છે. ટીકાઃ __ तयोः अतिपरिणामकापरिणामकयोः तत एव-व्याख्यानात् जायते यतोऽनर्थः विपर्यययोगात्, ततो न तद्-व्याख्यानं मतिमान् गुरुस्तयोरेव-अतिपरिणामकापरिणामकयोहिताय अनर्थप्रतिघातेन कुर्यात् नेति वर्त्तते, पूज्या:-पूर्वगुरवः तथा चाऽऽहुरिति गाथार्थः ॥९८२॥ ટીકાઈઃ
જે કારણથી તે બેને અતિપરિણામક અને અપરિણામકને, વિપર્યયના યોગથી વિપરીત બોધ થવાથી, તેનાથી જ વ્યાખ્યાનથી જ, અનર્થ થાય છે, તે કારણથી મતિમાન ગુરુ તે બેના જ=અતિપરિણામક અને અપરિણામકના જ, અનર્થના પ્રતિઘાત દ્વારા હિત માટે, તેને=વ્યાખ્યાનને, ન કરે. એ પ્રકારે વર્તે છે અર્થાત્ ગાથાના પૂર્વાર્ધમાં રહેલ “T' ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ રિક્ત સાથે અનુવર્તન પામે છે. અને તે રીતે=અતિપરિણામક અને અપરિણામક શિષ્યના હિત માટે ગુરુ વ્યાખ્યાન કરતા નથી તે રીતે, પૂજ્યો-પૂર્વના ગુરુઓ, કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org