________________
૫૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૮૦-૯૮૧ ટીકાર્ય :
તે=પરિણામક=છેદસૂત્રાદિના અર્થોને પરિણમન પમાડનાર શિષ્ય, ઉત્સર્ગ અને અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જ પરિણમન પમાડે છે, અર્થાત્ આમ છે=સૂત્રમાં આમ કહેલ છે, આમ છે=ગુરુ આમ કહે છે, એથી આ પ્રમાણે છે=આ પદાર્થ આ પ્રમાણે છે, એમ ઉચિતપણાથી સમ્યફ પરિણમન પમાડે છે, એમ અન્વય છે. તે કારણથી તેને આ વ્યાખ્યાન=ને પરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થોનું કથન, સમ્યગ્બોધાદિના હેતુપણાથી હિત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ભાવથી યુક્ત, પ્રિયધર્મવાળો અને અવદ્યથી ભીરુ શિષ્ય છેદસૂત્રાદિના અર્થોને સમ્યફ પરિણમન પમાડનારો હોય છે, અને આવા પરિણામક શિષ્ય પાસે આચાર્ય છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન કરતા હોય ત્યારે, તે શિષ્ય છેદસૂત્રોમાં કહેલા ઉત્સર્ગ-અપવાદના ઔચિત્યથી વિષયના વિભાગને યથાવસ્થિત જ પરિણામ પમાડે છે; કેમ કે તેવો શિષ્ય, ગુરુ જે પદાર્થોનું વ્યાખ્યાન કરતા હોય તે પદાર્થોને યથાર્થ રીતે યોજવા માટે વિચારે કે “સૂત્રની પંક્તિમાં આમ કહેલ છે, તે પંક્તિનો ગુરુએ આમ અર્થ કર્યો, એથી કરીને નક્કી સૂત્રની આ પંક્તિનું તાત્પર્ય આમ હોવું જોઈએ.” આ પ્રકારે છેદસૂત્રાદિના અર્થોને યોજવાથી તે વ્યાખ્યાન તે શિષ્યના સમ્યફ બોધનો અને સમ્યક પ્રવૃત્તિનો હેતુ બને છે, જેથી આ વ્યાખ્યાન તેના માટે હિતરૂપ બને છે. આથી છેદસૂત્રાદિના અર્થોના શ્રવણ માટે પરિણામક ગુણ આવશ્યક છે. ll૯૮ll
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન હિતરૂપ થાય છે. તે વાતને દઢ કરવા માટે અતિપરિણામક અને અપરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિત કરનારું થાય છે, તે બતાવે
ગાથા :
अइपरिणामगऽपरिणामगाण पुण चित्तकम्मदोसेणं ।
अहियं चिअ विण्णेयं दोसुदए ओसहसमाणं ॥९८१॥ અન્વયાર્થ :
ગરૂપરિVT/HTSHUT/HTIOT ,TEવળી અતિપરિણામક-અપરિણામકને વિત્તમૈોસેvi ચિત્ર કર્મના દોષથી=વિવિધ પ્રકારના કર્મના દોષથી, હોસુરા મોહમvi-દોષોદયમાં ઔષધની સમાન દિયં અહિત જaછેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિતરૂપ જ, વિયં-જાણવું. ગાથાર્થ :
વળી અતિપરિણામક અને અપરિણામકને ચિત્ર કર્મના દોષથી રોગના ઉદયમાં ઓષધની જેમ છેદસૂત્રાદિનું વ્યાખ્યાન અહિત માટે જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org