________________
પર
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૯ અવતરણિકા :
પૂર્વગાથામાં સૂત્રકૃતાંગ સુધીનાં સૂત્રોનાં અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે કલ્પિક શિષ્ય બતાવ્યો. હવે છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે કેવો શિષ્ય કલ્પિક છે, તે બતાવે છે –
ગાથા :
छेअसुआईएसु अ ससमयभावे वि भावजुत्तो जो ।
पिअधम्मऽवज्जभीरू सो पुण परिणामगो णेओ ॥९७९॥ અન્વયાર્થ:
સમયમા વિ =અને સ્વસમયનો ભાવ હોતે છતે પણ=છેદસૂત્રાદિના અર્થો ભણવા માટેના કાળનો સભાવ હોતે છતે પણ, ગો=જે ભાવગુત્તો ભાવયુક્ત, પિથો પ્રિયધર્મવાળો, મજમી=અવદ્યભીર હોય, તો પુ-વળી તે સુસાસુ-છેદસૂત્રાદિવિષયક પરિપામનો-પરિણામક ગેમો જાણવો. ગાથાર્થ:
છેદસૂત્રાદિના અર્થો ભણવા માટેનો કાળ પ્રાપ્ત થવા છતાં પણ જે શિષ્ય ભાવથી યુક્ત, પ્રિચધર્મવાળો, અવધભીરુ હોય, વળી તે શિષ્ય છેદસૂત્રાદિના વિષયમાં પરિણામ જાણવો. ટીકા :
छेदसूत्रादिषु च निशीथादिषु स्वसमयभावेऽपि-स्वकालभावेऽपि भावयुक्तो यः विशिष्टान्तःकरणवान् प्रियधर्मः तीव्ररुचिः अवद्यभीरुः पापभीरुः, स पुनरयमेवम्भूतः परिणामको ज्ञेयः, उत्सर्गापवादविषयप्रतिपत्तेरिति गाथार्थः ॥९७९॥ ટીકાર્ય :
અને સ્વના સમયનો ભાવ હોતે છતે પણ=સ્વના કાળનો ભાવ હોતે છતે પણ છેદસૂત્રાદિના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટેનો કાળ પ્રાપ્ત થયે છતે પણ, જે ભાવથી યુક્ત=વિશિષ્ટ અંતઃકરણવાળો, પ્રિયધર્મવાળો=તીવ્રરુચિવાળો, અવદ્યથી ભીરુ=પાપથી ભય પામનારો, હોય; વળી તે=આવા પ્રકારનો એ, નિશીથાદિરૂપ છેદસૂત્રાદિવિષયક પરિણામક જાણવો; કેમ કે ઉત્સર્ગ-અપવાદના વિષયની પ્રતિપત્તિ છે=આવા ગુણોવાળો શિષ્ય ઉત્સર્ગ અને અપવાદને ઉચિત સ્થાનોમાં સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સંયમજીવનનો અમુક પર્યાય પસાર થયા પછી સાધુને તે તે આગમગ્રંથો ભણાવવા માટે જોગ કરાવવામાં આવે છે; કેમ કે તેટલો કાળ સંયમના પાલનથી આત્મામાં થયેલી વિશુદ્ધિને કારણે તે આગમને સમ્યફ પરિણમન પમાડવાની યોગ્યતા તે મહાત્મામાં પ્રગટે છે, અને જોગ કરાવવાથી તે આગમ પ્રત્યેનો વિનય તપ થાય છે, જેથી વિનયપૂર્વકનું સૂત્રનું ગ્રહણ થાય છે. અને તે જોગ કરાવ્યા પછી તે તે આગમોને પ્રથમ સૂત્રરૂપે ભણાવવામાં આવે છે, અને સૂત્રરૂપે આગમો ભણાવ્યા પછી જ તે સાધુને આચાર્ય તે તે આગમોના અર્થો ભણાવે છે; પરંતુ છેદસૂત્રાદિમાં આ વિષયમાં અપવાદ છે, જે પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org