________________
૫૩.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૯-૯૮૦
સંયમપર્યાયથી પ્રાપ્ત થયેલો શિષ્ય છેદગ્રંથોનાં સૂત્રો ભણે ત્યારે તે શિષ્ય છેદસૂત્રાદિના અર્થો ભણવાના કાળથી પ્રાપ્ત થાય છે; છતાં પણ જ્યાં સુધી તે શિષ્ય વિશિષ્ટ અંતઃકરણવાળો, પ્રિયધર્મવાળો અને પાપથી ભય પામનારો ન બન્યો હોય, ત્યાં સુધી તેને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવતા નથી. તે શિષ્ય જયારે સંયમનું પાલન કરવા દ્વારા શાસ્ત્રના ગંભીર ભાવોને ગંભીરતાપૂર્વક યથાસ્થાને જોડી શકે તેવા વિશિષ્ટ અંત:કરણના પરિણામવાળો બને, આગમના અર્થોને યથાર્થ ગ્રહણ કરવા માટે તીવ્રરુચિવાળો બને, અને છેદસૂત્રાદિના ગંભીર અર્થોનું સહેજ પણ વિપરીત યોજન ન થઈ જાય તેની અત્યંત સાવધાનતાના પરિણામરૂપ પાપભીરુ બને, ત્યારે તેનામાં છેદસૂત્રાદિના ગંભીર અર્થોની પરિણામકતા આવે છે. તેથી છેદસૂત્રાદિના ગંભીર અર્થોને સમ્યગુ પરિણમન પમાડી શકે તેવા પરિણામક શિષ્યને છેદસૂત્રાદિના અર્થો ભણાવવામાં આવે છે, જેથી તેને ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોનો યથાર્થ બોધ થાય. આમ, છેદસૂત્રાદિના અર્થોના વ્યાખ્યાનના શ્રવણ માટે પરિણામક ગુણ પણ આવશ્યક છે. ૯૭૯.
અવતરણિકા :
તિવાદ – અવતરણિકાઈઃ
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ભાવયુક્ત, પ્રિયધર્મવાળો અને અવદ્યભીરુ શિષ્ય છેદસૂત્રાદિવિષયક પરિણામક જાણવો, અને આવો પરિણામક શિષ્ય ઉત્સર્ગ-અપવાદને યથાવસ્થિત સ્વીકારે છે, એ કથનને જ બતાવે છે –
ગાથા :
सो उस्सग्गाईणं विसयविभागं जहट्ठिअं चेव ।
परिणामेइ हिअं ता तस्स इमं होइ वक्खाणं ॥९८०॥ અન્વયાર્થ :
સો તેત્રપરિણામક શિષ્ય, ૩HI વિવિમા ઉત્સર્પાદિના વિષયવિભાગને ન૩િ ચેવક યથાવસ્થિત જ પરિણામેરૂં પરિણમાવે છે. તeતે કારણથી તસ્મ-તેને તે પરિણામક શિષ્યને, રૂHવવા આ વ્યાખ્યાન મિં હિત દોડું થાય છે.
ગાથાર્થ :
પરિણામક શિષ્ય ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જ પરિણમન પમાડે છે, તેથી તે પરિણામક શિષ્યને છેદસૂત્રાદિનું વ્યાખ્યાન હિત માટે થાય છે. ટીકા?
सः परिणामकः उत्सर्गापवादयोर्विषयविभागमौचित्येन यथावस्थितमेव सम्यक् परिणमयति एवमेवमित्येवं, हितं ततः तस्मात्कारणात्तस्येदं भवति व्याख्यानं सम्यग्बोधादिहेतुत्वेनेति गाथार्थः ॥९८०॥ * “Haોથારિ'માં 'રિ' પદથી સમ્યગ આચરણનું ગ્રહણ કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org