________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૮
૫૧
ગાથાર્થ :
અને સિદ્ધાંત સાંભળવાના વિષયમાં પ્રાપ્ત સાધુ કલ્પિક છે. વળી કલ્પિક આવશ્યકાદિ સૂત્રનો હોય છે, આવશ્યક સૂત્રથી માંડીને સૂત્રકૃતાંગ સુધીમાં જે સાધુ વડે જે સૂત્ર ભરાયું હોય, તે સૂત્રનો જ તે સાધુ કલ્પિક કહેવાય.
ટીકા? ___ प्राप्तश्च कल्पिकोऽत्र भण्यते, स पुनरावश्यकादिसूत्रस्य, यावत्सूत्रकृतं-द्वितीयमङ्गं तावद् यद् येनाऽधीतमिति पठितमित्यर्थः तस्यैव, नाऽन्यस्येति गाथार्थः ॥९७८॥ ટીકાઈઃ
અને અહીં=સિદ્ધાંતશ્રવણના વિષયમાં, પ્રાપ્ત કલ્પિક કહેવાય છે. વળી તે કલ્પિક, આવશ્યકાદિ સૂત્રનો હોય છે. જ્યાં સુધી=આવશ્યક સૂત્રથી માંડીને જ્યાં સુધી, બીજા અંગરૂપ સૂત્રકૃતિ છે ત્યાં સુધી જેના વડે જે અધ્યયન કરાયું હોય=જે સૂત્ર ભણાયું હોય, તેનો જન્નતે સૂત્રનો જ, તે સાધુ કલ્પિક થાય છે, અન્યનો નહીં=પોતે ભણ્યો છે તેનાથી અન્ય સૂત્રનો તે સાધુ કલ્પિક થતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૯૭૪માં સૂત્રવિશેષને આશ્રયીને પ્રાપ્તાદિ શિષ્યોને સિદ્ધાંતશ્રવણને યોગ્ય કહેલા. તેમાં પ્રાપ્ત એટલે કલ્પિક, શાસ્ત્રના અર્થોનું વ્યાખ્યાન આપવા માટે જે શિષ્ય યોગ્ય હોય, તે શિષ્યને કલ્પિક કહેવાય છે અર્થાત્ શિષ્ય પહેલાં સૂત્રો કંઠસ્થ કરીને પ્રાપ્ત થાય, ત્યારપછી આચાર્ય પ્રાપ્ત થયેલા તે શિષ્ય આગળ તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે. આવા શિષ્યને શાસ્ત્રીય પરિભાષામાં કલ્પિક કહેવામાં આવે છે.
વળી, તે કલ્પિક સાધુ આવશ્યકાદિ સૂત્રનો હોય છે અર્થાતુ જે સાધુએ આવશ્યકાદિ સૂત્રો બરાબર પ્રાપ્ત કરેલાં હોય, તે સૂત્રોના જ અર્થોનું ગુરુ તે સાધુ પાસે વ્યાખ્યાન કરે તો તે શિષ્ય તે સૂત્રોના અર્થોને યથાર્થ ધારણ કરી શકે; પરંતુ શિષ્યએ જો સૂત્રો બરાબર કંઠસ્થ કરેલાં ન હોય છતાં તેની આગળ તે સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરવામાં આવે, તો તે અર્થોને તે શિષ્ય યથાર્થ ધારણ કરી શકે નહીં. તેથી આવશ્યકાદિ સૂત્રો કંઠસ્થ હોય તેવા શિષ્ય તે સૂત્રોના અર્થો ભણવા માટે અધિકારી બને છે, અને તે અધિકારીને જ અહીં “પ્રાપ્ત શબ્દથી ગ્રહણ કરેલ છે.
વળી, આવશ્યકાદિ સૂત્રોમાં ‘મર' પદથી બીજાં સૂત્રકૃતાંગ સુધીનાં સર્વ આગમોનો સંગ્રહ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સૂત્રકૃતાંગ સુધીનાં શાસ્ત્રોમાંથી અને છેદસૂત્રોને છોડીને તેનાથી પછીનાં અંગાદિ શાસ્ત્રોમાંથી, જે સાધુએ જેટલાં સૂત્રો કંઠસ્થ કર્યા હોય, તે સાધુને તેટલાં જ સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન સાંભળવા માટે પ્રાપ્ત સ્વીકારેલ છે; જ્યારે છેદસૂત્રો માટે આ નિયમ નથી; કેમ કે છેદસૂત્રો કંઠસ્થ કરેલાં હોય તેવા પણ સાધુ, જ્યાં સુધી પરિણત ન થાય ત્યાં સુધી તેમને છેદસૂત્રોના અર્થો ભણાવવામાં આવતા નથી, પરંતુ પરિણત થાય પછી જ તેમને છેદસૂત્રોના અર્થો ભણવા માટે કલ્પિક સ્વીકારેલ છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ બૃહત્કલ્પસૂત્રની ભાષ્યગાથા ૪૦૮માં કરેલ છે અને ગ્રંથકાર પણ સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. ll૯૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org