________________
૩૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૬-૬૦ ટીકાર્ય :
અને તે અભિનવ આચાર્યને “વ્યાખ્યાન કર” એ પ્રમાણે ગુરુ કહે છે, ત્યારપછી ત્યાં રહેલા જ=ગુરુના આસનમાં બેઠેલા જ, આ અભિનવ આચાર્ય, તેને=વ્યાખ્યાનને, કરે છે. અહીં પ્રશ્ન થાય કે અભિનવ આચાર્ય શેનું વ્યાખ્યાન કરે છે? તેથી કહે છે – યથાશક્તિથી પોતાના બોધને અનુરૂપ પૂર્ણ શક્તિથી, નંદી આદિને= તેના વિષયવાળાને=નંદીસૂત્ર વગેરેના વિષયવાળા વ્યાખ્યાનને, અથવા પર્ષદાને જાણીને યોગ્ય એવા અન્યને પણ બીજા સૂત્રના વ્યાખ્યાનને પણ, કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
નૂતન આચાર્યને વંદન કરીને ગુરુ વ્યાખ્યાન કરવાનું કહે છે. ત્યારબાદ નૂતન આચાર્ય ગુરુના આસન પર જ બેસીને પોતાની શક્તિ ગોપવ્યા વગર નંદીસૂત્ર વગેરે વિષયક વ્યાખ્યાન આપે છે. તેથી ગુરુને તથા અન્ય સાધુઓને ખ્યાલ આવે છે કે આ નવા આચાર્ય પર્ષદામાં આગમના ઉચિત અર્થે યથાર્થ કહી શકે છે. આના કારણે તે નવા આચાર્ય પણ ગુરુની જેમ આદેય બને છે.
વળી પર્ષદાને જાણીને ભૂમિકા પ્રમાણે સંવેગને વધારનારી યોગ્ય એવી અન્ય પણ દેશના નવા આચાર્ય કરે છે, જેથી તે સાંભળીને તે અભિનવ આચાર્ય શિષ્યોમાં તથા શ્રાવકવર્ગમાં પણ અત્યંત આદેય બને છે. I૯૬૬
અવતરણિકા :
ગાથા ૯૬પમાં કહ્યું કે આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે અને તે નિષદ્યામાં અનુયોગી શિષ્ય બેસે છે, અને ત્યારપછી તે શિષ્યને ગુરુ વંદન કરે છે. ત્યાં સ્થૂલથી જોતાં શંકા થાય કે આ રીતે ગુરુના આસન પર શિષ્યનું બેસવું અને શિષ્ય ગુરુનું વંદન લેવું, એ શું ઉચિત છે? તેના વારણ માટે હવે ગુરુના આસન પર શિષ્યનું બેસવાનું અને ગુરુનું વંદન લેવાનું પ્રયોજન બતાવે છે –
ગાથા :
आयरियनिसेज्जाए उवविसणं वंदणं च तह गुरुणो ।
तुल्लगुणखावणट्ठा न तया दुटुं दुविण्हं पि ॥९६७॥ અન્વચાઈ:
મારિયનિષ્ણા ૩વિસUાં આચાર્યની નિષદ્યામાં ઉપવિશન, તત્ત્વ અને તે રીતે ગુરુને વંvi-ગુરુનું વંદન, તુમુરિવાવા -તુલ્ય ગુણના ખ્યાપનાર્થે છે. (તેથી) તથા ત્યારે અનુયોગની અનુજ્ઞા આપવાના પ્રસંગે, સુવિË fપ બંનેનું પણ સુકું ન દુષ્ટ નથી. ગાથાર્થ : - આચાર્યની નિષધામાં શિષ્યનું બેસવું અને તે રીતે ગુરુનું શિષ્યને વંદન કરવું, એ સમાન ગુણ જણાવવા માટે છે. તેથી આચાર્યપદવી આપતી વખતે ગુરુ-શિષ્ય બંનેનું પણ અનુષ્ઠાન દુષ્ટ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org