________________
૪૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૬ અવતરણિકા :
ગાથા ૯૭૪માં વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય શિષ્યોના ગુણો બતાવ્યા. તેમાંથી “મધ્યસ્થ એ પ્રકારના પ્રથમ ગુણનું પૂર્વગાથામાં કાર્ય બતાવ્યું. હવે બુદ્ધિયુક્ત’ એ પ્રકારના દ્વિતીય ગુણનું પ્રસ્તુત ગાથામાં કાર્ય બતાવે છે –
ગાથા :
बुद्धिजुआ गुणदोसे सुहुमे तह बायरे य सव्वत्थ ।
सम्मत्तकोडिसुद्धे तत्तट्टिईए पवज्जंति ॥९७६॥ અન્વયાર્થ :
તેદવૃદ્ધિનુમા અને બુદ્ધિથી યુક્ત એવા શિષ્યો સમૂત્તોદિમુદ્દે સુખે વાયેગુ વીસે સમ્યક્તકોટિથી શુદ્ધ એવા સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સબ્યસ્થ સર્વત્ર તત્તપિત્તજ્વસ્થિતિથી પવનંતિ સ્વીકારે છે. ગાથાર્થ :
અને બુદ્ધિથી યુક્ત શિષ્યો, સમ્યક્તકોટિથી શુદ્ધ એવા સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સર્વત્ર તત્ત્વસ્થિતિથી સ્વીકારે છે.
ટીકાઃ
बुद्धियुक्ताः-प्राज्ञा, गुणदोषान् वस्तुगतान् सूक्ष्मांस्तथा बादरांश्च सर्वत्र विध्यादौ सम्यक्त्वकोटिशुद्धान्-कषच्छेदतापशुद्धान् तत्त्वस्थित्या अतिगम्भीरतया प्रपद्यन्ते साध्विति गाथार्थः ॥९७६॥ ટીકાઈઃ
અને બુદ્ધિથી યુક્ત=પ્રાશ=પ્રજ્ઞાવાળા શિષ્યો, સમ્યક્તકોટિથી શુદ્ધ=કષ-છેદ-તાપથી શુદ્ધ, એવા વસ્તુમાં રહેલ સૂક્ષ્મ અને બાદર ગુણ-દોષોને સર્વત્ર વિધિ આદિમાં તત્ત્વસ્થિતિથી=અતિગંભીરપણાથી, સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
શાસ્ત્રના અર્થો સાંભળવામાં જેમ મધ્યસ્થપણું આવશ્યક છે, તેમ બુદ્ધિયુક્તપણે પણ આવશ્યક છે; કેમ કે બુદ્ધિવાળા જીવો શાસ્ત્રના પદાર્થોને યથાર્થ સ્વીકારે છે. અને તે આ રીતે –
શાસ્ત્રનાં વચનો વિધિ અને નિષેધરૂપ હોય છે. વિધિવાક્યથી ઉચિતમાં પ્રવૃત્તિ થાય છે અને નિષેધવાક્યથી અનુચિત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થાય છે, અને શાસ્ત્રનાં સર્વ વિધિ અને નિષેધાત્મક વાક્યો કષ-છેદ-તાપશુદ્ધિથી શુદ્ધ હોય, તો જ તે શાસ્ત્રવચન પરિપૂર્ણ શુદ્ધ છે એમ નિર્ણય થઈ શકે. બુદ્ધિમાન જીવો શાસ્ત્રનાં વિધિ-નિષેધાત્મક સર્વવચનો કષ-છેદ-તાપથી શુદ્ધ કઈ રીતે પ્રાપ્ત થશે? તેનો અતિગંભીરતાથી યથાર્થ નિર્ણય કરે છે, કે આ પદાર્થ આ રીતે સ્વીકારવામાં આવે તો તે ગુણરૂપ બને, અને આ રીતે સ્વીકારવામાં આવે તો દોષરૂપ બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org