________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૦૫
ટીકાર્થ :
મધ્યસ્થ પ્રાણીઓ=મધ્યસ્થ જીવો, આનાથી જ=મધ્યસ્થપણાથી જ, કોઈપણ વસ્તુમાં તત્ત્વના અવબોધમાં શત્રુરૂપ અસાહને કરતા નથી, પરંતુ માર્ગને અનુસરનારી મતિવાળા જ હોય છે, અને મધ્યસ્થી પ્રાયઃ શુદ્ધ આશયવાળા=માયાદિ દોષોથી રહિત, હોય છે અને તે પ્રકારના આસન્નભવ્ય હોય છે. એથી તેઓમાં આવા મધ્યસ્થ ગુણવાળા શિષ્યોમાં, પરિશ્રમ-આચાર્ય દ્વારા કરાયેલો જિનવચનના પ્રયોગનો શ્રમ, સફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
મધ્યસ્થ જીવો અસગ્રાહ વગરના હોય છે, તેથી તેઓ વ્યાખ્યાન સાંભળતી વખતે કોઈ વસ્તુમાં કદાગ્રહ રાખતા નથી; અને શાસ્ત્રના પરમાર્થને જાણવા માટે તેઓની મતિ માર્ગાનુસારી પ્રવર્તે છે, તેથી ઉપદેશક શાસ્ત્રનાં વચનોને જે ભાવથી બતાવવા માંગે છે, તે પ્રકારે તેના પરમાર્થને જાણવા માટે તેઓની પ્રવૃત્તિ થાય છે. .
વળી તે મધ્યસ્થ જીવો શાસ્ત્રવચનોનો બોધ કર્યા પછી તે બોધને અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં પ્રાયઃ કરીને શુદ્ધ આશયવાળા હોય છે. તેથી મધ્યસ્થ જીવોને થયેલો બોધ ઉચિત પ્રવૃત્તિ કરાવીને કલ્યાણનું કારણ બને છે.
અહીં ‘પ્રાયઃ' શબ્દથી, અને શુદ્ધ આશયવાળાનો અર્થ “માયાદિ દોષોથી રહિત” કર્યો તેનાથી, એ કહેવું છે કે તત્ત્વ જાણવા માટે અસગ્રહ વગરના અને શાસ્ત્રવચનો સાંભળવા માટે અભિમુખ થયેલા મધ્યસ્થ જીવો શાસ્ત્રવચનોનો બોધ કરીને જીવનમાં ઉતારવા માટે અપ્રમાદભાવથી યત્ન કરતા હોય છે, છતાં ક્વચિત નિમિત્ત પામીને તે આરાધક જીવોમાં પણ માયાદિ દોષો થઈ શકે છે તેથી તેઓ માયાદિને કારણે ઉચિત અનુષ્ઠાનમાં વિપરીત પ્રવૃત્તિ પણ કરે, એવું બને તોપણ મધ્યસ્થ જીવો પ્રાયઃ કરીને માયાદિ કરતા નથી.
વળી મધ્યસ્થ જીવો “તે પ્રકારના આસન્નભવ્ય હોય છે. એ કથનનું તાત્પર્ય એ છે કે મધ્યસ્થ ગુણવાળા કેટલાક શ્રોતા અત્યંત અપ્રમાદથી તત્ત્વ સાંભળીને સંસારનો અંત કરે છે, તો કેટલાક શ્રોતાઓ અલનાઓ પામવા છતાં પણ બોધાનુસાર ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરનારા હોય છે, તો કેટલાક શ્રોતાઓ બોધની તે પ્રકારની પટુતાના અભાવને કારણે સંસારનો શીઘ અંત નહીં કરી શકવા છતાં સ્વશક્તિ અનુસાર કંઈક કંઈક યત્ન કરનારા હોય છે. આમ, દરેક જીવની આસભવ્યતા જુદા જુદા પ્રકારની હોય છે. આથી કહ્યું કે મધ્યસ્થ જીવો તે પ્રકારની આસભવ્યતાવાળા હોય છે.
અહીં “મધ્યસ્થ” શબ્દથી એ જણાવવું છે કે જેઓ તત્ત્વ જાણવા માટે કોઈપણ દર્શન પ્રત્યે રાગ કે દ્વેષથી રહિત થઈને તટસ્થ બુદ્ધિથી યત્ન કરનારા હોય, અને તત્ત્વ જાણ્યા પછી પણ તેને જીવનમાં ઉતારવા માટે રાગ-દ્વેષથી આકુળ થયા વગર શુદ્ધ આશયપૂર્વક યત્ન કરનારા હોય, તેવા જીવો મધ્યસ્થ છે; અને તેઓને આશ્રયીને ઉપદેશક દ્વારા કરાયેલો જિનવચનના પ્રયોગનો પરિશ્રમ સફળ થાય છે. ૯૭પો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org