________________
૪૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૦૦ ટીકાઃ
इतरथा ऋणं परममेतत् सदाऽप्रयोगे सुखशीलतया, असम्यग्योगश्चायोगतोऽप्यपर:=पापीयान् द्रष्टव्यः, तत् तथेह यतितव्यमुपयोगतो, यथाऽतः केवलं भवति परमज्ञानमिति गाथार्थः ॥९७०॥ ટીકાર્થ : | ઇતરથા સુખશીલપણું હોવાને કારણે સદા અપ્રયોગમાં અર્થાત્ જિનવચનનો સદા કાળ સમ્યગુ પ્રયોગ કરવામાં ન આવે તો, આ જિનવચન, પરમ ઋણ છે, અને અસમ્યગુ યોગ અયોગથી પણ અપર છેઃ પાપીયાનું જાણવો, અર્થાત્ જિનવચનનો પ્રયોગ સદા ન કરે તેના કરતાં પણ જિનવચનનો વિપરીત પ્રયોગ વધારે દુષ્ટ છે. તે કારણથી અહીં જિનવચનના પ્રયોગમાં, તે રીતે ઉપયોગથી યત્ન કરવો જોઈએ જે રીતે આનાથી જિનવચનનો સમ્યગું પ્રયોગ કરવાથી, કેવલ પરમજ્ઞાન=કેવલજ્ઞાન, થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે આચાર્યએ હંમેશાં પ્રવચનમાં કહેલ નીતિપૂર્વક જિનવચનનો પ્રયોગ કરવો જોઈએ. વળી જે આચાર્ય અનુયોગની અનુજ્ઞા મેળવીને સતત યોગ્ય જીવોના હિત માટે ઉદ્યમ ન કરે, અને પોતાની સુખશીલતા પોષાય તે રીતે અનુકૂળતા પ્રમાણે જિનવચનનું યત્કિંચિત્ વ્યાખ્યાન કરે, તો તેવા આચાર્યને ભગવાનનું ઋણ ચૂકવવાનું બાકી રહે છે.
આશય એ છે કે ભગવાને સન્માર્ગની સ્થાપના કરીને તે સન્માર્ગ પરંપરામાં આપણને આપ્યો છે, જેથી આ શિષ્ય આચાર્યપદ સુધી પહોંચ્યો છે, અને તે સન્માર્ગનું યોગ્ય જીવોમાં સંક્રમણ કરવાની ભગવાને આચાર્યને આજ્ઞા કરી છે; છતાં જે આચાર્ય પ્રમાદને વશ થઈને પોતાને પ્રાપ્ત થયેલ પ્રવચનનો અન્ય જીવોમાં હંમેશાં પ્રયોગ કરતા નથી, તે આચાર્યએ ભગવાનનું ઋણ અદા કરેલ નથી, આથી તેઓ દેવાદાર રહે છે. માટે આચાર્યએ પ્રમાદ છોડીને સતત યોગ્ય જીવોના ઉપકાર માટે જિનવચનનો સમ્ય પ્રયોગ કરવો જોઈએ, આ પ્રકારની નૂતન આચાર્યની ઉપબૃહણા ગુરુ કરે છે.
વળી, ગુરુ હિતશિક્ષારૂપે અભિનવ આચાર્યને કહે છે કે કદાચ પ્રમાદને વશ થઈને પ્રવચનનો યોગ્ય જીવોમાં યોગ કરવામાં ન આવે, તો તેનાથી જે પાપ થાય, તેના કરતાં પણ આ પ્રવચનનો અસભ્ય યોગ કરવામાં અધિક પાપ થાય છે; કેમ કે ભગવાનના વચનને અન્ય રીતે યોજવાથી પ્રવચનની હીનતાનું આપાદન થાય છે, અને વિપરીત બોધ થવાથી ઘણા યોગ્ય જીવોનું અહિત થાય છે. આથી સુખશીલતાને છોડીને આચાર્યએ ઉપયોગપૂર્વક તે રીતે જિનવચન યોજવાં જોઈએ કે જેથી યોગ્ય જીવોના હિતની ઉપેક્ષા ન થાય અને જિનવચનના અસમ્યગુ યોગથી કોઈનું અહિત પણ ન થાય. આ રીતે નિરાશસભાવથી જિનવચનનો સદા કાળ સમ્ય પ્રયોગ કરવામાં આવે તો તેનાથી પોતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આવી ઉપબૃહણા કરવાથી અભિનવ આચાર્યને યોગ્ય જીવોમાં જિનવચનનો પ્રયોગ કરવાનો ઉત્સાહ જાગે છે, અને પોતાનાથી જિનવચનનો વિપરીત પ્રયોગ ન થઈ જાય તેની સાવધાનતા આવે છે, તેમ જ ગુરુનાં વચનો સાંભળીને પોતાને દઢ વિશ્વાસ પેદા થાય છે કે પ્રાપ્ત થયેલા જિનવચનનો હું સમ્યમ્ પ્રયોગ કરીશ તો મને અવશ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ થશે. II૯૭૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org