________________
૪૧
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૬૯-૯૭૦ ટીકાર્ય
સર્વ દુઃખોનું હરણ કરનાર=મોક્ષનો હેતુ, એવું જિનવચન જે તારા વડે સમ્યગું જણાયું એવો તું ધન્ય છે. તે કારણથી તારે આ જિનવચન, સદા=સર્વ કાલ=અનવરત, સમ્યગુપ્રવચનની નીતિથી, યોજવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
નવા આચાર્ય નંદીસૂત્ર આદિનું વ્યાખ્યાન કરે અને વ્યાખ્યાનમાં જે રીતે શાસ્ત્રપદાર્થો પર્ષદામાં બતાવે, તે સાંભળીને ગુરુને સ્થિર નિર્ણય થાય કે આ નૂતન આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને જાણનાર છે, અને તે રીતે લોકોને પણ ભગવાનનાં વચનો યથાર્થ કહી શકે છે. આથી તેવા શિષ્યની ઉપબૃહણા કરતાં ગુરુ કહે છે કે “સર્વ દુઃખોને હરનારાં જિનવચનોનો તને બોધ થયો છે, તેથી તે ધન્ય છે”; પરંતુ જો તે નવા આચાર્ય શાસ્ત્રોના પરમાર્થને જાણનાર ન હોય તોપણ આચાર્યપદવી પ્રદાન કરતી વખતે વ્યવહાર તરીકે ગુરુ આવાં ઉપબૃહણાનાં વચનો શિષ્યને કહે તો ગુરુને મૃષાવાદ લાગે. તેથી યોગ્ય અને શાસ્ત્રથી સંપન્ન શિષ્યની ગુરુ ઉપબૃહણા કરે તે સંગત છે.
આ રીતે ઉપબૃહણા કર્યા પછી ગુરુ હિતશિક્ષારૂપે શિષ્યને કહે કે શાસ્ત્રમાં બતાવેલ વિધિથી આ ભગવાનના વચનનો તારે યોગ્ય જીવોમાં સદા પ્રયોગ કરવો જોઈએ. ૧૯૬૯
અવતરણિકા :
પૂર્વગાથામાં અભિનવ આચાર્યની ઉપબૃહણાનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે તારે સદા કાલ જિનવચનનો સમ્ય પ્રયોગ કરવો જોઈએ. હવે તેને દઢ કરવા ગુરુ તે નૂતન આચાર્યને વિશેષથી ઉપદેશ આપે છે –
ગાથા :
इहरा उ रिणं परमं असम्मजोगो अऽजोगओ ववरो ।
ता तह इह जइअव्वं जह एत्तो केवलं होइ ॥९७०॥ અન્વયાર્થ :
રૂદા વળી ઇતરથા પર રિdi=પરમ ઋણ છે, ગમનો અનોખો વવરો અને અસભ્ય યોગ અયોગથી પણ અપર છે વધારે પાપી છે; તા રૂદ તે કારણથી અહીં જિનવચનના પ્રયોગમાં, તદન બંતે રીતે યત્ન કરવો જોઈએ, નદ જે રીતે અત્તોઆનાથી જિનવચનના પ્રયોગથી, વત્ન ઢોડું કેવલ થાય= તને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય.
ગાથાર્થ :
વળી જિનવચનનો સદા કાલ સખ્ય પ્રયોગ કરવામાં ન આવે તો, આ જિનવચન પરમ ત્રણ છે અને અસમ્યગ ચોગ અયોગ કરતાં પણ વધારે પાપી જાણવો, તે કારણથી જિનવચનના પ્રયોગમાં તે રીતે યત્ન કરવો જોઈએ કે જેથી આ જિનવચનના પ્રયોગથી તને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org