________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૬૦-૯૬૮ ટીકા :
आचार्यनिषद्यायामुपविशनमभिनवाचार्यस्य, वन्दनं च तथा गुरोः प्रथममेवाऽऽचार्यस्य, तुल्यगुणख्यापनार्थं लोकानां, न तदा दुष्टं द्वयोरपि शिष्याचार्ययोः, जीतमेतदिति गाथार्थः ॥९६७॥ ટીકાર્ય :
અભિનવ આચાર્યનું આચાર્યની નિષઘામાં બેસવું, અને તે રીતે પોતાના આસનમાં બેસાડીને પોતે નૂતન આચાર્યને વંદન કરે છે તે રીતે, ગુરુનું આચાર્યને પ્રથમ જ વંદન લોકોને તુલ્ય ગુણના ખ્યાપન અર્થે છેડ્યગુરુ અને નૂતન આચાર્ય એ બંનેમાં સમાન ગુણ જણાવવા માટે છે. તેથી ત્યારે=આચાર્યપદવી આપવાના અવસરે, શિષ્ય અને આચાર્ય બંનેનું પણ દુષ્ટ નથી=ગુરુના આસનમાં શિષ્યનું બેસવું અને ગુરુનું શિષ્યને વંદન કરવું એ દુષ્ટ નથી. આ જીત છે=ગુરુના આસન પર શિષ્યનું બેસવું અને ગુરુનું શિષ્યને વંદન કરવું એ આચાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
આચાર્યપદવી આપ્યા પછી ગુરુ નૂતન આચાર્યને પોતાના આસન ઉપર બેસાડે છે, અને તે નવા આચાર્યને પ્રથમ જ ગુરુ વંદન કરે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધી શિષ્યો ઉપર ગુરુનો પ્રભાવ હતો, તેથી તે આચાર્ય શાસનની ધુરા વહન કરી શક્યા, તે ધુરા હવે આ નવા આચાર્ય વહન કરવાના છે. તે રૂપ ગુરુતુલ્ય ગુણ આ આચાર્યમાં છે, તેવી બુદ્ધિ શિષ્યોમાં પેદા કરાવવા માટે બધાની સમક્ષ ગુરુ નૂતન આચાર્યને પોતાના આસન પર બેસાડીને સ્વયં વંદન કરે છે, જે જોઈને શિષ્યોને થાય કે આ નવા આચાર્ય પૂર્વના આચાર્ય જેટલા જ આદરપાત્ર છે, અને આ નૂતન આચાર્યના અનુશાસનને શિષ્યો બરાબર સ્વીકારે, જેથી તેઓ પણ જિનશાસનની ધુરાને સારી રીતે વહન કરી શકે, અને સ્વ-પરનું કલ્યાણ સાધી શકે.
આ રીતે શિષ્યને ગુરુનું વંદન કરવું અને ગુરુના આસન પર શિષ્યનું બેસવું, એ દુષ્ટ નથી, પરંતુ જીત હોવાથી આચાર હોવાથી ભગવાનની આજ્ઞાસ્વરૂપ છે. ll૯૬
ગાથા :
वंदंति तओ साहू उट्ठइ अ तओ पुणो णिसिज्जाओ।
तत्थ निसीअइ य गुरू उवव्वूहण पढममन्ने उ ॥९६८॥ અન્વયાર્થ:
તો ત્યારપછી=નવા આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી, દૂસાધુઓ વંતિ વંદે છે, તો અને ત્યારપછી પુછો વળી formaો-નિષઘામાંથી (નવા આચાર્ય) 3=ઊઠે છે. તાત્યા અને ત્યાં ગુરૂ-ગુરુ નિકી બેસે છે, વવવ્r = ઉપબૃહણ (કરે છે.) મન્ને ૩ પઢમં વળી અન્યો પ્રથમ (ઉપબૃહણ કરવાનું કહે છે.)
ગાથાર્થ :
નવા આચાર્યનું વ્યાખ્યાન પૂરું થયા પછી સાધુઓ તે નવા આચાર્યને વંદન કરે છે. ત્યારપછી વળી
Jain Education International
For Personal & Private Use Onty
www.jainelibrary.org