________________
૩૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૬૪-૯૬૫ કરીને ગુરુ અભિનવ આચાર્યને આપે છે. શિષ્ય પણ જાણે ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવતો હોય તેમ એકાગ્ર ચિત્તથી ગુરુએ આપેલા શંખલાઓની વધતી જતી ત્રણ મુઢીઓ ગ્રહણ કરે છે.
આ પ્રકારનો અર્થ પ્રસ્તુત ગાથાનો હોવો જોઈએ, તત્ત્વ બહુશ્રુત જાણે. ૯૬૪
અવતરણિકા :
एवं व्याख्याङ्गरूपानक्षान् दत्त्वा -
અવતરણિકાર્યઃ
આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વ્યાખ્યાના અંગરૂપ અક્ષોને આપીને ગુરુ શું કરે? તે બતાવે
ગાથા :
उद्येति निसेज्जाओ आयरिओ तत्थ उवविसइ सीसो ।
तो वंदई गुरू तं सहिओ सेसेहिं साहूहिं ॥९६५॥ અન્વયાર્થ :
મારિઓ નિરેનો તિ આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે, તત્વ=ત્યાંeતે આચાર્યની નિષદ્યામાં, સીનો શિષ્ય ૩વિસ$ બેસે છે. તો ત્યારપછી સેહિંસાર્દિકશેષ સાધુઓથી સકિસહિત એવા ગુરૂ ગુરુ હિં તેનેeગુરુની નિષદ્યામાં બેઠેલ તે શિષ્યને, વંરૂં વંદે છે. ગાથાર્થ :
આચાર્ય નિષધામાંથી ઊઠે છે અને તે આચાર્યની નિષધામાં શિષ્ય બેસે છે. ત્યારપછી શેષ સાધુઓ સાથે ગુરુ, ગુરની નિષધામાં બેઠેલ તે શિષ્યને વંદન કરે છે. ટીકા : ___ उत्तिष्ठति निषद्यायाः आचार्य अत्राऽन्तरे, तत्रोपविशति शिष्योऽनुयोगी, ततो वन्दते गुरुस्तं? शिष्यं सहितः) शिष्यसहितः शेषसाधुभिः सन्निहितैरिति गाथार्थः ॥९६५॥ નોંધ:
ટીકામાં શિક્ષહિત છે, તેને સ્થાને શિષ્ય દિતઃ હોવું જોઈએ; કેમ કે મૂળગાથામાં જે તે છે, તેનો અર્થ શિષ્ય કરેલ જણાય છે, અને સહિત: શબ્દનું યોજન શેષતાથમિ: શબ્દ સાથે છે, જે ગુરુનું વિશેષણ છે. ટીકાર્ય :
એ અવસરે=ગુરુએ આપેલ અક્ષોની ત્રણ મુટ્ટીઓને શિષ્ય ગ્રહણ કરે છે એ વખતે, આચાર્ય નિષદ્યામાંથી ઊઠે છે. ત્યાં=આચાર્યના આસન ઉપર, અનુયોગવાળો શિષ્ય બેસે છે. ત્યારબાદ સન્નિહિત=ગુરુની નજીક રહેલા, શેષ સાધુઓથી સહિત એવા ગુરુ, તેને શિષ્યને, વંદન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org