________________
૩૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૩-૯૬૪
અન્વયાર્થ :
ગુરુસકી=(શિષ્ય) ગુરુની સમીપમાં વિસરૂબેસે છે, તત્વ=ત્યાં=આચાર્યપદવી પ્રદાનના પ્રસંગમાં, સો-તેગુરુ, તeતેને શિષ્યને, માયરિયપરંપરા મા || મંતપU-આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રપદોને તિગ્નિ વારાણો-ત્રણ વાર સહિડું કહે છે. ગાથાર્થ :
શિષ્ય ગુરની નજીકમાં બેસે છે, આચાર્યપદવી આપવાના પ્રસંગમાં ગુરુ શિષ્યને આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રપદોને ત્રણ વાર કહે છે. ટીકાઃ
उपविशति गुरुसमीपे-तन्निषद्यायामेव दक्षिणपार्वे शिष्यः, सः-गुरुः कथयति तस्य त्रीन् वारान्, किमित्याह-आचार्यपारम्पर्येणाऽऽगतानि पुस्तकादिष्वलिखितानि तत्र मन्त्रपदानि विधिना सर्वार्थसाधकानीति गाथार्थः ॥९६३॥
ટીકાર્ય :
શિષ્ય ગુરુની સમીપમાં તેની નિષદ્યામાં જ દક્ષિણ પાર્થમાંeગુરુના આસનમાં જ ગુરુના જમણા પડખે, બેસે છે. ત્યાં=આચાર્યપદવી આપવાના પ્રસંગમાં, તેeગુરુ, તેને=શિષ્યને, ત્રણ વાર કહે છે, શું? એથી કહે છે – સર્વ અર્થોના સાધક, પુસ્તકાદિમાં નહીં લખાયેલા, આચાર્યની પરંપરા વડે આવેલા મંત્રનાં પદોને વિધિપૂર્વક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે આસન ઉપર બેઠેલા ગુરુને શિષ્ય ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભાવસાર વંદન કરે છે, ત્યારપછી ગુરુના આસન ઉપર જ ગુરુની જમણી બાજુએ શિષ્ય બેસે છે, ત્યારપછી ગુરુ શિષ્યને આચાર્યની પરંપરાથી પ્રાપ્ત થયેલા, પુસ્તકમાં નહીં લખાયેલા અને સર્વ અર્થોને સાધનારા એવા મંત્રપદો વિધિપૂર્વક ત્રણ વાર સંભળાવે છે.
આશય એ છે કે આ મંત્રનાં પદો આચાર્ય યોગ્ય સાધુને આચાર્યપદવી આપતી વખતે આપે છે, તે સિવાય આ મંત્રપદો પુસ્તકમાં લખવાનો કે બીજા કોઈપણને આપવાનો નિષેધ છે. યોગ્ય શિષ્ય પોતાને પ્રાપ્ત થયેલાં આ મંત્રપદોને વિધિપૂર્વક સાધે તો તે મંત્રપદો સર્વ અર્થોનાં સાધક બને છે, જેથી તે અભિનવ આચાર્ય ભગવાનના શાસનની ધુરાને સારી રીતે વહન કરી શકે છે. ૯૬૩
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પોતાની બાજુમાં બેઠેલા શિષ્યને આચાર્યની પરંપરાથી આવેલા મંત્રપદો ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org