________________
૩૨
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૧
ગાથા :
नवरं सम्मं धारय अन्नेसिं तह पवेअह भणाइ ।
इच्छामणुसट्ठीए सीसेण कयाइ आयरिओ ॥९६१॥ - અન્વચાર્યઃ નવ ફક્ત સીલે -શિષ્ય વડે રૂછીમશુટ્ટી
મનુશાંતિ કરાવે છતે અનુશાસન મંગાયે છતે, મારિયો-આચાર્ય સમાં પાર=સમ્યગુ ધાર, તરં તે રીતે સિં અન્યોને પદ-પ્રવેદ, (એ પ્રમાણે) મUTIટ્ટ કહે છે.
ગાથાર્થ :
ફક્ત શિષ્ય વડે અનુશાસન મંગાયે છતે, આચાર્ય, “સખ્યમ્ ધારણ કર, અને તે રીતે અન્ય સાધુઓને સમ્યગ પ્રવેદન કર” એ પ્રમાણે શિષ્યને કહે છે. ટીકાઃ
नवरमत्र 'सम्यग् धारय आचारासेवनेनेत्यर्थः अन्येभ्यस्तथा प्रवेदय सम्यगेवे 'ति भणति, कदेत्याहइच्छाम्यनुशास्तौ शिष्येण कृतायां सत्यामाचार्य इति गाथार्थः ॥९६१॥
ટીકાર્ય :
ફક્ત અહીં આચાર્યપદવી આપવાની વિધિમાં, “આચારના આસેવન દ્વારા સમ્યગુ ધારણ કર=સૂત્રોના અર્થોને સમ્યગુ ધારણ કર, તે રીતે અન્યોને=બીજા સાધુઓને, સમ્યગુ જ પ્રવેદન કર.” એ પ્રમાણે આચાર્ય કહે છે. ક્યારે? એથી કહે છે – શિષ્ય વડે ‘રૂછામિ મનુણાતિ' કરાયે છતે="અનુશાસનને હું ઇચ્છું છું એમ ઇચ્છા કરાયે છતે, કહે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
વંદન કરીને શિષ્ય કહે કે “તમે આજ્ઞા આપો, હું કંઈક કહું છું.” ત્યારથી માંડીને જયારે શિષ્ય ગુરુને કહે કે “હું અનુશાસ્તિને ઇચ્છું છું,” ત્યાં સુધીની વિધિ પ્રસ્તુત આચાર્યપદવી આપવાની વિધિમાં બતાવેલ નથી. તેથી પૂર્વગાથામાં કહ્યું કે સંવિદ હિંદ મUTIો ઇત્યાદિ જે રીતે સામાયિકમાં છે તે રીતે અહીં જાણવું. હવે ત્યારપછીની વિધિમાં આટલું વિશેષ છે, તેથી તે વિશેષ બતાવવા ગ્રંથકાર કહે છે –
જ્યારે શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે છે ત્યારે આચાર્ય તે શિષ્યને હિતોપદેશ આપતાં કહે કે “જે શાસ્ત્રોનો તે અભ્યાસ કર્યો છે, તે શાસ્ત્રોમાં બતાવેલા આચારના સેવન દ્વારા તું શાસ્ત્રોને સમ્યગુ ધારણ કરજે, પરંતુ માત્ર બોધથી જ નહીં; અને બીજા સાધુઓને પણ તે જ પ્રકારે સમ્યમ્ પ્રવેદન કરજે, જેથી ભગવાનનું શાસન સહેજ પણ પ્લાન થાય નહીં, તેમ જ તારું અને તારી પાસે ભણનાર અન્ય સર્વનું એકાંતે કલ્યાણ થાય.” II૯૬૧ી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org