________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૬૦-૯૬૧ અનુજ્ઞા અપાયેલો છે, (એમ ગુરુ કહે છે, પછી) વંતિકું વંદીને સીસોશિષ્ય સંહિતમે આજ્ઞા આપો, િમUIો હું કંઈક કહું, ફૅટ્વીડુિં ઇત્યાદિ ગદેવં જે રીતે જ સામફUસામાયિકમાં છે, (તે રીતે જ જાણવું.) * પ્રસ્તુતમાં ‘હિં' વિંચિત્ અર્થમાં છે. ગાથાર્થ :
અને “આ શિષ્ય દ્રવ્ય, ગુણ અને પર્યાયો વડે અનુયોગની અનુજ્ઞા અપાયેલો છે,” એમ ગુરુ કહે છે, ત્યારપછી શિષ્ય ગુરને વંદન કરીને કહે છે કે “તમે આજ્ઞા આપો, હું કંઈક કહું ઇત્યાદિ સર્વ વચન જે રીતે દીક્ષા લેવાની વિધિમાં પૂર્વે ગાથા ૧૪૬-૧૪માં બતાવેલ, તે રીતે જ અહીં પણ જાણવું. ટીકા : ___ द्रव्यगुणपर्यायैः-व्याख्याङ्गरूपैरेषोऽनुज्ञात इति, अत्राऽन्तरे वन्दित्वा शिष्यः 'सन्दिशत यूयं, किं भणामी 'त्यादि वचनजातं यथैव सामायिके तथैव द्रष्टव्यमिति गाथार्थः ॥९६०॥ ટીકાઈઃ
વ્યાખ્યાના અંગરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાયો વડે આ શિષ્ય અનુજ્ઞાત છે,” એ પ્રમાણે ગુરુ કહે છે. એ વખતે વંદીને શિષ્ય “તમે આજ્ઞા આપો, કંઈક હું કહું,” ઇત્યાદિ વચનજાત-વચનનો સમૂહ, જે પ્રમાણે જ સામાયિકમાં છે=પૂર્વે સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરવાની વિધિમાં બતાવેલ છે, તે પ્રમાણે જ જાણવું= અનુયોગની અનુજ્ઞાપ્રદાનની વિધિમાં જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ગુરુ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, ત્યારપછી ગુરુ કહે છે કે “પદાર્થનું વ્યાખ્યાન કરવાના અંગભૂત દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અનુયોગ કરવાની અનુજ્ઞા મેં આ શિષ્યને આપેલી છે. તેથી શાસ્ત્રમાં બતાવેલા પદાર્થો દ્રવ્ય, ગુણ, પર્યાય વડે જે રીતે યથાર્થ વ્યાખ્યાન કરવાના છે, તે રીતે વ્યાખ્યાન કરવા દ્વારા અન્ય સાધુઓને ભણાવવાનો આ શિષ્ય અધિકારી બને છે.” ત્યારપછી શિષ્ય ગુરુને વંદન કરીને કહે છે કે “તમે મને આદેશ આપો, હું કંઈક કહેવા ઇચ્છું છું,” ત્યારપછી ગાથા ૧૪૬માં બતાવ્યા પ્રમાણે શિષ્યને ગુરુ કહે કે “વંદન કરીને પ્રવેદન કર.” ત્યારપછી વંદન કરીને અર્ધ નમાવેલા શરીરવાળો ઉપયુક્ત શિષ્ય, ગુરુને કહે છે કે “તમારા વડે મને અનુયોગની અનુજ્ઞા અપાઈ, હવે હું અનુશાસનને ઇચ્છું છું.” આટલી વિધિ પ્રવ્રજયાપ્રદાનમાં અને અનુયોગની અનુજ્ઞાપ્રદાનમાં સરખી છે. ત્યારપછી અનુયોગની અનુજ્ઞા પ્રદાનની વિધિમાં જે જુદાપણું છે, તે ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ૯૬ol અવતરણિકા:
यदत्र नानात्वं तदभिधातुमाह - અવતરણિકાર્ય :
જે અહીં નાનાપણું છે તેને કહેવા માટે કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંવિદ લિં મામો વગેરે વિધિ જે પ્રમાણે પ્રવ્રયાપ્રદાનમાં બતાવી છે, તે પ્રમાણે અહીં જાણવી. હવે તે વિધિ કરતાં અનુયોગપ્રદાનની વિધિના વિષયમાં જે જુદાપણું છે, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org