________________
૩૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫૯-૯૬૦
ગાથાર્થ :
ત્યારપછી નંદીસૂત્ર બોલીને ગુરુ કહે છે કે “હું આ સાધુને ક્ષમાશ્રમણોના હાથથી અનુયોગની અનુજ્ઞા આપું છું.” ટીકા :
तत आकृष्य पठित्वा नन्दी भणति गुरु: आचार्यः, अहमस्य साधोरुपस्थितस्याऽनुयोगम्-उक्तलक्षणमनुजानामि क्षमाश्रमणानां प्राक्तनऋषीणां हस्तेन, न स्वमनीषिकयेति गाथार्थः ॥९५९॥ ટીકાર્ય :
ત્યારપછી નંદીને બોલીને ગુરુ આચાર્ય, કહે છે – “હું ઉપસ્થિત એવા આ સાધુને ક્ષમાશ્રમણોના= પહેલાંના ઋષિઓના, હાથથી કહેવાયેલ લક્ષણવાળા અનુયોગની અનુજ્ઞા આપું છું, સ્વમનીષિકાથી નહીંપોતાની ઇચ્છા પ્રમાણે અનુયોગની અનુજ્ઞા આપતો નથી,” એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ
નંદીસૂત્ર બોલ્યા પછી ગુરુ કહે છે કે ઉપસ્થિત એવા આ સાધુને હું પૂર્વના ઋષિમુનિઓના હાથે અનુયોગની અનુજ્ઞા આપું છું, પરંતુ સ્વેચ્છાએ આપતો નથી. આશય એ છે કે ગુરુ પણ ગુણવાન એવા પૂર્વના ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને “અનુયોગની અનુજ્ઞા આપું છું” એમ કહે છે. તેથી આ રીતે બોલનારા ગુરુ યોગ્ય શિષ્યને ઉચિત વિધિપૂર્વક આચાર્યપદવી આપે; અને જો ગુરુ અયોગ્ય શિષ્યને આચાર્યપદવી આપે તો તેમને મૃષાવાદાદિ દોષો પ્રાપ્ત થાય છે, કેમ કે તેઓ બોલે છે કે હું ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપું છું, અને શિષ્ય અયોગ્ય હોય તો પરમાર્થથી તે ગુરુ ક્ષમાશ્રમણોને પરતંત્ર થયેલા નથી; અને જો તેઓને પરતંત્ર થયેલા હોય તો તેઓ યોગ્ય શિષ્યને યોગ્ય રીતે અનુયોગની અનુજ્ઞા આપે, યથા તથા ન આપે. ૯૫૯
અવતરણિકા :
कथमित्याह -
અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ શિષ્યને પૂર્વના ઋષિઓના હાથે અનુયોગની અનુજ્ઞા આપે છે, તો તે અનુજ્ઞા ગુરુ કઈ રીતે આપે છે ? એથી કરીને કહે છે –
ગાથા :
दव्वगुणपज्जवेहि अ एस अणुन्नाओ वंदिउं सीसो ।
संदिसह किं भणामो इच्चाइ जहेव सामइए ॥९६०॥ અન્વયાર્થ :
ક્ષમ અને આ (શિષ્ય) ત્વ"પનવેદિ દ્રવ્ય, ગુણ, પર્યાયો વડે મજુત્રામોઅનુજ્ઞાત છે અનુયોગની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org