________________
૨૦.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪૦-૯૪૮, ૯૪૯
ગુરુની ઉચિત પરીક્ષા કરીને જેમની પ્રરૂપણા અત્યંત ન્યાયયુક્ત જણાતી હોય તેવા ગીતાર્થ આચાર્ય પાસે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, પરંતુ આવા શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા આચાર્ય પાસે પ્રવજયા ગ્રહણ કરતા નથી. આથી જ શિષ્યસમુદાયથી પરિવરેલા એવા અજ્ઞ આચાર્યને “બહુમૂઢ શિષ્યોના પરિવારવાળા' કહેલ છે. I૯૪૭/૯૪૮ના અવતરણિકા :
एतदेव भावयति - અવતરણિતાર્થ :
આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સમયમાં અવિનિશ્ચિત એવા આચાર્ય સિદ્ધાંતના લાઘવનું આપાદન કરતા હોવાથી સિદ્ધાંતના વિનાશક છે, એનું જ ભાવન કરે છે –
ગાથા :
सव्वण्णूहिँ पणीयं सो उत्तममइसएण गंभीरं ।
तुच्छकहणाए हिट्ठा सेसाण वि कुणइ सिद्धतं ॥९४९॥ અન્વયાર્થ :
સળvપૂ િપયં સર્વજ્ઞો વડે પ્રણીત, મફસUT ઉત્તમ અતિશયથી ઉત્તમ, જેમાં ગંભીર એવા સિદંતં સિદ્ધાંતને તો તે=અવિનિશ્ચિત આચાર્ય, તુચ્છhદUTIC=તુચ્છ કથના વડે સેસા વિ દિઠ્ઠા=શેષોની પણ હેઠા=જિનશાસનથી શેષ એવા અન્ય દર્શનના સિદ્ધાંતો કરતાં પણ હીન, ડું કરે છે. ગાથાર્થ:
સર્વજ્ઞો વડે પ્રણીત, અતિશયથી ઉત્તમ, ગંભીર એવા સિદ્ધાંતને, અવિનિશ્ચિત આચાર્ય તુચ્છ કથના વડે જિનશાસનથી શેષ એવા અન્ય દર્શનના સિદ્ધાંતો કરતાં પણ હીન કરે છે. ટીકા :
सर्वज्ञैः प्रणीतं सः अविनिश्चितः उत्तम प्रधानमतिशयेन गम्भीरं भावार्थसारं तुच्छकथनया= अपरिणतदेशनयाऽधः शेषाणामपि सिद्धान्तानां करोति तथाविधलोकं प्रति सिद्धान्तमिति गाथार्थः ॥९४९॥
ટીકાર્ય
સર્વજ્ઞો વડે પ્રરૂપાયેલ, અતિશયથી ઉત્તમ=પ્રધાન, ગંભીર=ભાવાર્થસાર, એવા સિદ્ધાંતને, તે= અવિનિશ્ચિતઃસિદ્ધાંતના નહીં જાણેલા તત્ત્વવાળા આચાર્ય, તેવા પ્રકારના લોક પ્રતિતત્ત્વના જિજ્ઞાસુ અને તત્ત્વ સમજવામાં બુદ્ધિમાન એવા લોકની આગળ, તુચ્છ કથના વડે=અપરિણત દેશના વડે, શેષ સિદ્ધાંતોની પણ અન્ય દર્શનના સિદ્ધાંતોની પણ, નીચે કરે છે જૈનદર્શનના સિદ્ધાંતને નીચે કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org