________________
૨૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૦-૫૧
ગાથાર્થ :
અવિનિશ્ચિત એવા આચાર્ય સખ્ય ઉત્સર્ગ-અપવાદને જાણનારા હોતા નથી. તેથી ઉત્સર્ગઅપવાદમાં અવિષયના પ્રયોગથી અજ્ઞ આચાર્ય નિયમથી સ્વ-પરના વિનાશક થાય છે.
ટીકાઃ
अविनिश्चितः समये न सम्यगुत्सर्गापवादज्ञो भवति सर्वत्रैव, ततश्चाविषयप्रयोगतोऽनयोः उत्सर्गापवादयोस्तथाविधः स्वपरविनाशको नियमात् कूटवैद्यवदिति गाथार्थः ॥९५०॥ ટીકાર્થ:
સમયમાં અવિનિશ્ચિત શાસ્ત્રવિષયક તત્ત્વને નહીં જાણનારા આચાર્ય, સર્વત્ર જ સમ્યગું ઉત્સર્ગઅપવાદને જાણનારા હોતા નથી, અને તેથી આમાં ઉત્સર્ગ-અપવાદમાં, અવિષયના પ્રયોગથી તેવા પ્રકારના= અજ્ઞ આચાર્ય, કૂટ વૈદ્યની જેમ નિયમથી સ્વ-પરના વિનાશક થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
શાસ્ત્રોના શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપેલી હોય તો, તેવા આચાર્ય સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણતા હોવાથી સંયમને અનુકૂળ એવા શાસ્ત્રમાં બતાવેલ ઉત્સર્ગ-અપવાદને સર્વ સ્થાને યથાર્થ જોડી શકતા નથી, પરંતુ ક્યારેક ઉત્સર્ગના સ્થાનમાં અપવાદને અને અપવાદના સ્થાનમાં ઉત્સર્ગને જોડે છે. આ રીતે ઉત્સર્ગ-અપવાદનો અસ્થાનમાં પ્રયોગ કરવા દ્વારા તે અજ્ઞ આચાર્ય નક્કી સ્વપરનો વિનાશ કરે છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરીને સ્વનો વિનાશ કરે છે, અને શિષ્યોને વિપરીત પ્રવૃત્તિ કરાવીને પર એવા શિષ્યોનો પણ વિનાશ કરે છે.
જે રીતે અજ્ઞ વૈદ્ય રોગમાં સ્વયં વિપરીત ઔષધ ગ્રહણ કરીને પોતાનો વિનાશ કરે છે, અને રોગીને વિપરીત ઔષધ આપવા દ્વારા પરનો પણ વિનાશ કરે છે; તે રીતે અગીતાર્થ આચાર્ય ઉત્સર્ગ-અપવાદનો અસ્થાને વિનિયોગ કરવા દ્વારા પોતાનો અને પરનો વિનાશ કરે છે. ૯૫ol અવતરણિકા:
ગાથા ૯૩૪થી ૯૫૦માં સ્થાપન કર્યું કે તે તે કાલને ઉચિત સકલ સૂત્રો અને અર્થો ગ્રહણ કર્યા ન હોય તેવા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો મૃષાવાદાદિ દોષો થાય છે અને તે અજ્ઞ આચાર્ય સિદ્ધાંતના વિનાશક બને છે. તે સર્વનું નિગમન કરતાં કાલોચિત ગૃહીત સૂત્રાર્થવાળા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાનું વિધાન કરે છે –
ગાથા :
ता तस्सेव हिअट्ठा तस्सीसाणमणुमोअगाणं च । तह अप्पणो अ धीरो जोग्गस्सऽणुजाणई एवं ॥९५१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org