________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૫૧
અન્વયાર્થ :
તા તે કારણથી ધીરે-ધીર તસ્લેવ તેના જ=અનુયોગની અનુજ્ઞા જેને આપવાની છે તે સાધુના જ, તસ્સીલા તેના શિષ્યોના અનુમો+ITUi રંગઅને અનુમોદકોના=તે સાધુની અનુમોદના કરનારા જીવોના, તદ મuો અને તે રીતે આત્માના હિમા=હિત અર્થે ગો/સંયોગ્યને વંઆ રીતે આગળમાં બતાવાશે એ રીતે, મગુનાપાર્ફ (અનુયોગની) અનુજ્ઞા આપે છે. ગાથાર્થ :
ગાથા ૯૪૮થી ૫૦માં કહ્યું તે કારણથી ધીર એવા ગુરુ, અનુયોગની અનુજ્ઞા જેને આપવાની છે તે સાધુના જ, તે સાધુના શિષ્યોના, તે સાધુની અનુમોદના કરનારા જીવોના અને તે રીતે આત્માના હિત માટે યોગ્ય સાધુને આગળમાં બતાવાશે એ રીતે અનુયોગની અનુજ્ઞા આપે છે. ટીકાઃ ___ तत्-तस्मात्तस्यैव-अधिकृतानुयोगधारिणो हितार्थं परलोके, तथा तच्छिष्याणां भाविनाम्, अनुमोदकानां च तथाविधाज्ञप्राणिनां, तथाऽऽत्मनश्च हितार्थं आज्ञाराधनेन, धीरो गुरुः योग्याय विनेयाय अनुजानाति एवं वक्ष्यमाणेन विधिनाऽनुयोगमिति गाथार्थः ॥९५१॥ ટીકાર્થ :
તે કારણથી (૧) તેના જ=અધિકૃત એવા અનુયોગધારીના જ=જેને અનુયોગની અનુજ્ઞા આપવાનો અધિકાર ચાલી રહ્યો છે તેવા કાલોચિત ગૃહીત સૂત્રાર્થવાળા આચાર્યપદવીને યોગ્ય સાધુના જ, પરલોકમાં હિત અર્થે, અને (૨) ભાવિ એવા તેના શિષ્યોના=તે આચાર્યપદવીને યોગ્ય સાધુના ભવિષ્યમાં થનાર એવા શિષ્યોના, અને (૩) અનુમોદક તેવા પ્રકારના અજ્ઞ પ્રાણીઓના=વિશેષ પ્રકારની પરીક્ષા કરવામાં અસમર્થ અને માત્ર બાહ્ય આચારોથી રંજિત થઈને અનુમોદન કરનારા અજ્ઞાની જીવોના, અને તે રીતે યોગ્યતાનો નિર્ણય કરીને યોગ્ય શિષ્યને જ અનુયોગની અનુજ્ઞા આપે તે રીતે, આજ્ઞાના આરાધન દ્વારા (૪) પોતાના હિત અર્થે, ધીર એવા ગુરુ, યોગ્ય વિનયને યોગ્ય શિષ્યને, આ પ્રકારે=કહેવાનાર વિધિથી, અનુયોગની અનુજ્ઞા આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
શ્રવણમાત્રથી બહુશ્રુત અને શાસ્ત્રમાં અવિનિશ્ચિત એવા આચાર્ય વસ્તુસ્થિતિથી સિદ્ધાંતના પ્રત્યેનીક છે. તે કારણથી જેને આચાર્યપદવી આપવાની છે તે સાધુના પરલોકના હિત માટે, તે સાધુના ભવિષ્યમાં થનાર શિષ્યોના હિત માટે, અને જેઓ મુગ્ધતાથી તે સાધુની અનુમોદના કરનારા છે તેવા અજ્ઞ લોકોના હિત માટે, તેમ જ ભગવાનની આજ્ઞાના આરાધન દ્વારા પોતાના હિત માટે; ધીર એવા ગુરુ આગળમાં કહેવાશે એ વિધિપૂર્વક યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે; કેમ કે શ્રવણમાત્રથી બહુશ્રુત બનેલા શિષ્યને ગુરુ આચાર્યપદવી આપે તો તેનું હિત થતું નથી, ભવિષ્યમાં થનાર તેની શિષ્યસંતતિનું પણ હિત થતું નથી અને આવા આચાર્યની અનુમોદના કરનાર મુગ્ધ લોકોનું પણ હિત થતું નથી; તેમ જ કાલોચિત નહીં ગ્રહણ કરેલ સૂત્રાર્થવાળા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુનું પણ પરલોકમાં હિત થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org