________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૬, ૯૪૦-૯૪૮
ટીકા : ___ इय-एवं द्रव्यलिङ्गमानं-भिक्षाटनादिफलं प्रायोऽगीतार्थाद् गुरोः सकाशाद् यद्-यस्मादनर्थफलं विपाके जायते, तत्-तस्माद्विज्ञेयः तीर्थोच्छेद एव भावेन परमार्थेन, मोक्षलक्षणतीर्थफलाभावादिति ગથાર્થઃ ૨૪દ્દા દ્વારમ્ | ટીકાર્ય
જે કારણથી આ રીતે=ગાથા ૯૪૪-૯૪પમાં બતાવ્યું એ રીતે, અગીતાર્થ ગુરુ પાસેથી વિપાકમાં પ્રાયઃ અનર્થના ફળવાળું, ભિક્ષાટનાદિના ફળવાળું દ્રવ્યલિંગમાત્ર થાય છે, તે કારણથી, ભાવથી=પરમાર્થથી, તીર્થોચ્છેદ જ જાણવો; કેમ કે મોક્ષના લક્ષણવાળા તીર્થના ફળનો અભાવ છે, આ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૯૪૪-૯૪પમાં કહ્યું કે કાલોચિત સકલ સૂત્રાર્થો નહીં ભણેલા સાધુને આચાર્યપદવી આપવાથી તે આચાર્યમાં અને તેના શિષ્યોમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોવાને કારણે તેઓનું મુંડનાદિ સર્વ અનુષ્ઠાન અનર્થક છે, અને સ્વમતિના વિકલ્પથી જેમતેમ કરાયેલ મુંડનાદિ પણ અનુષ્ઠાન, સ્વર્ગ-મોક્ષરૂપ ફળ આપતું નથી; એ રીતે અગીતાર્થ ગુરુ પાસેથી શિષ્યને પ્રાયઃ કરીને ભાવશૂન્ય એવી ભિક્ષાટનાદિ બાહ્ય ક્રિયાઓવાળું માત્ર દ્રવ્યલિંગ જ પ્રાપ્ત થઈ શકે છે, જે વિપાકમાં અનર્થરૂપ ફળવાળું છે; કેમ કે દ્રવ્યલિંગમાત્રથી સાધુને આ લોકમાં ભિક્ષાટન, મુંડનાદિ કષ્ટોની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આથી અજ્ઞ ગુરુના અને તેના શિષ્યોનાં મુંડનાદિ સંયમનાં સર્વ અનુષ્ઠાનો આત્મકલ્યાણનું કારણ તો બનતાં નથી, પરંતુ કેવલ કષ્ટનું જ કારણ બને છે. તેથી અગીતાર્થ આચાર્યનિશ્રિત સાધુઓ મોક્ષરૂપ તીર્થનું ફળ મેળવી શકતા નથી, જેથી મોક્ષનો અભાવ થવાને કારણે ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. માટે ગીતાર્થ સાધુને અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ, અગીતાર્થને નહીં જ. I૯૪૬) અવતરણિકા :
ગાથા ૯૩૪માં કાલોચિત ગૃહીત સકલ સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપતા ગુરુને થતા મૃષાવાદાદિ ચાર દોષો બતાવ્યા, અને તે ચાર દોષો કઈ રીતે પ્રાપ્ત થાય? તેનું ગાથા ૯૩૫થી ૯૪૬માં વિસ્તારથી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
कालोचिअसुत्तत्थे तम्हा सुविणिच्छियस्स अणुओगो ।
नियमाऽणुजाणिअव्वो न सवणओ चेव जह भणिअं ॥९४७॥ અન્વયાર્થ :
તહીં તે કારણથી ત્રિવિકુલ્થ-કાલોચિત સૂત્રાર્થવિષયક વિચ્છિ -સુવિનિશ્ચિતને નિયમ-નિયમથી મજુમોળો અનુયોગની અનુજ્ઞાuિrગવ્યો અનુજ્ઞા આપવી જોઈએ, સવાસો વેવ ન= શ્રવણથી જ નહીં, નદ જે રીતે મિં કહેવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org