________________
૧૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪પ-૯૪૬ તે રીતે કરાયેલ મસ્તકાદિનું મુંડન, ભિક્ષાટન, પડિલેહણ વગેરે સંયમજીવનનાં કષ્ટકારી અનુષ્ઠાનો સાધુને સ્વર્ગ કે મોક્ષરૂપ ફળ આપી શકતાં નથી, પરંતુ આગમના વચન પ્રમાણે કરાયેલ સંયમજીવનનાં મુંડનાદિ સર્વ અનુષ્ઠાનો સ્વર્ગ કે મોક્ષરૂપ ફળ આપી શકે છે. વિશેષાર્થ :
સંયમની કષ્ટમય આચરણાઓ કરવા માત્રથી પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા પ્રાપ્ત થતાં નથી, પરંતુ જિનવચનનો સૂક્ષ્મ બોધ કરીને શાસ્ત્રવચનાનુસારે સંયમની ઉચિત આચરણાઓ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરા પ્રાપ્ત થાય છે; કેમ કે જિનવચનને સૂક્ષ્મ રીતે જાણનારા સાધુઓ સંયમની ઉચિત ક્રિયાઓ કરીને નિર્લેપ ચિત્ત પેદા કરી શકે છે, જે ભાવસંવરરૂપ છે; અને તે ભાવસંવરકાળમાં વર્તતા પ્રશસ્ત અધ્યવસાયોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, જે સ્વર્ગનું કારણ છે; અને ભાવસંવરકાળમાં વર્તતા નિર્લેપતાના પરિણામથી નિર્જરા થાય છે, જે નિર્જરા પ્રકર્ષ પામીને અપવર્ગનું કારણ બને છે. આથી જેમને જિનવચનનો સૂક્ષ્મ બોધ નથી તેઓ માત્ર બાહ્ય આચરણાઓમાં રત રહે છે, અને તેઓની બાહ્ય આચરણાઓ સૂક્ષ્મ બોધથી રહિત હોવાને કારણે પોતાના પરિણામની શુદ્ધિનું કારણ બનતી નથી, છતાં આવા સંયમના બાહ્ય આચારો પાળીને તેઓ મનમાં સંતોષ માની લે છે કે “આ સંયમના આચારોથી હું સ્વર્ગ અને મોક્ષના ફળને પામીશ.” પરંતુ વાસ્તવિક રીતે શાસ્ત્રના સૂક્ષ્મ બોધથી રહિત એવી તેઓની સર્વ બાહ્ય ક્રિયાઓ સંસારના ઉચ્છેદનું કારણ બની શકતી નથી.
વળી, ટીકાના અંતે કહ્યું કે “પરલોકમાં આગમ એક પ્રમાણ છે.” તેનું તાત્પર્ય એ છે કે સંયમની પણ લોચ વગેરે સર્વ પ્રવૃત્તિઓ જો આગમના પ્રામાણ્યથી કરવામાં આવે તો જીવનું પરલોકમાં હિત થઈ શકે છે, અને જો આગમના વચનથી વિપરીત રીતે કરવામાં આવે તો જીવનું પરલોકમાં અહિત થાય છે. આ પ્રકારની નિયત વ્યાપ્તિ છે. આથી પરલોકમાં હિતનું કારણ એક આગમપાતંત્ર્ય જ છે, અન્ય કોઈ નહીં.
II૯૪૫
ગાથા :
इय दव्वलिंगमित्तं पायमगीआओ जं अणत्थफलं ।
जायइ ता विण्णेओ तित्थुच्छेओ अ भावेणं ॥९४६॥ दारं ॥ અન્વયાર્થ :
નં-જે કારણથી આ રીતે મારો અગીતાર્થ પાસેથી પાર્વ-પ્રાયઃ અસ્થિનંઅનર્થના ફળવાળું બૈર્તિામિત્ત દ્રવ્યલિંગમાત્ર નાયડુ થાય છે, તો કારણથી ભાવે=ભાવથી તિઘુમ મતીર્થોચ્છેદ જ વિમો જાણવો. * “મ' gવ કાર અર્થમાં છે.
ગાથાર્થ :
જે કારણથી આ રીતે અગીતાર્થ ગુરુ પાસેથી પ્રાયઃ કરીને અનર્થના ફળવાળું માત્ર દ્રવ્યલિંગ જ થાય છે, તે કારણથી ભાવથી તીર્થનો ઉચ્છેદ જ જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org