________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૪પ અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના આચાર્યના સમુદાયમાં વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ હોવાથી મુંડનાદિ સર્વ અનુષ્ઠાનો અનર્થક છે. ત્યાં પ્રશ્ન થાય કે વિશિષ્ટ જ્ઞાનાદિનો અભાવ ભલે હોય, છતાં આવા આચાર્યનો પણ સમુદાય ભોગાદિનો ત્યાગ કરીને જે સંયમજીવનનાં કષ્ટો વેઠે છે, તેનું ફળ તો તેઓને અવશ્ય મળશે જ ને? માટે તેઓનું મુંડનાદિ સર્વ અનર્થક કઈ રીતે કહી શકાય? તેનું નિવારણ દષ્ટાંત દ્વારા કરે છે –
ગાથા :
ण य समइविगप्पेणं जहा तहा कयमिणं फलं देइ ।
अवि याऽऽगमाणुवाया रोगचिगिच्छाविहाणं व ॥९४५॥ અન્વયાર્થ :
વિચ્છિાવિહાઈia અને રોગની ચિકિત્સાના વિધાનની જેમ સમવિખેvi-સ્વમતિના વિકલ્પથી નહીં તહીંયથા તથા યં કરાયેલું રૂi-આકશિર અને તુડનું મુંડનાદિ, નં ડું ફળ આપતું નથી, કવિ =પરંતુ સામાપુવાય આગમના અનુપાતથી (કરાયેલું ફળ આપે છે.) ગાથાર્થ :
અને રોગની ચિકિત્સાની વિધિની જેમ, સ્વમતિના વિકલ્પથી જેમ તેમ કરાયેલું શિર-તુંડનું મુંડનાદિ ફળ આપતું નથી, પરંતુ આગમાનુસારે કરાયેલું ફળ આપે છે. ટીકા?
न च स्वमतिविकल्पेन-आगमशून्येन यथा तथा कृतमिदं शिरस्तुण्डमुण्डनादि फलं ददाति स्वर्गापवर्गलक्षणम्, अपि च आगमानुपाताद्-आगमानुसारेण कृतं ददाति, किमिवेत्याह-रोगचिकित्साविधानवत्, तदेकप्रमाणत्वात् परलोकस्येति गाथार्थः ॥९४५॥ ટીકાર્ય :
અને આગમથી શૂન્ય એવા સ્વમતિના વિકલ્પથી જેમ તેમ કરાયેલું આ શિર અને તુંડના મુંડનાદિ, સ્વર્ગ અને અપવર્ગના લક્ષણવાળું ફળ આપતું નથી, પરંતુ આગમના અનુપાતથી આગમના અનુસારથી, કરાયેલું ફળ આપે છે. કોની જેમ? એથી કહે છે– રોગની ચિકિત્સાના વિધાનની જેમ; કેમ કે પરલોકમાં તે એકનું પ્રમાણપણું છે–પરલોકમાં આગમ એક જ પ્રમાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
કોઈને પ્રશ્ન થાય કે વિશિષ્ટ જ્ઞાનાદિના બોધ વગરના પણ આચાર્યની નિશ્રામાં રહીને તેના શિષ્યો જે સંયમનાં કષ્ટો વેઠે છે, તેનું ફળ તેઓને મળશે જ ને? તેનું નિરાકરણ કરવા ગ્રંથકાર કહે છે કે જે પ્રમાણે વૈદ્ય, રોગીના રોગની ગમે તે રીતે ચિકિત્સા કરે તો તે રોગીના રોગનો નાશ થતો નથી, તેથી રોગની ચિકિત્સાનું ફળ મળે નહીં; તે પ્રમાણે જિનવચનથી વિરુદ્ધ એવા પોતાના મનમાં ઊઠતા વિકલ્પોથી ગમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org