________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક) અનુયોગાનુજ્ઞા' દ્વાર ) ગાથા ૯૪૧ થી ૯૪૩ ટીકાઃ
ततस्तेऽपि-शिष्याः तथाभूता मूर्खा एव कालेन बहुनाऽपि भवन्ति नियमत एव, विशिष्टसम्पर्काभावात्, शेषाणामपि अगीतार्थशिष्यसत्त्वानां गुणहानिः इय-एवं सन्तानेन-प्रवाहेन विज्ञेयेति
થાઈ: ૨૪રા તારમ્ | ટીકાર્થ:
તે કારણથી=જે કારણથી અજ્ઞ આચાર્ય શિષ્યોમાં અધિક-અધિક ગુણોની પ્રાપ્તિ સ્વયં કરતા નથી અને બહુશ્રુત એવા અન્ય આચાર્ય પાસેથી પણ કરાવતા નથી તે કારણથી, તેઓ પણ=શિષ્યો પણ, બહુ પણ કાળ વડે નિયમથી જ તેવા પ્રકારના=પોતાના ગુરુ છે તેવા પ્રકારના, મૂર્ખ જ થાય છે, કેમ કે વિશિષ્ટના સંપર્કનો અભાવ છે અર્થાત્ તે શિષ્યોને જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટ એવા ગુરુનો સંયોગ પ્રાપ્ત થયેલ નથી. આ રીતે=ગાથા ૯૪૧-૯૪૨માં કહ્યું એ રીતે, સંતાનથી=પ્રવાહથી, શેષ એવા અગીતાર્થ શિષ્યસત્ત્વોના પણ=શિષ્યજનોના પણ, ગુણની હાનિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કાલોચિત સકલ સૂત્રાર્થ નહીં ભણેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો, તેવા અલ્પશ્રુતવાળા આચાર્ય પોતાના શિષ્યોમાં સંસારનો ઉચ્છેદ કરનારી એવી જ્ઞાનાદિ ગુણોની અધિકાધિક વૃદ્ધિ કરી શકતા નથી, કેમ કે પોતે શાસ્ત્રો નહીં ભણેલ હોવાથી તુચ્છ છે, અને જે જ્ઞાનાદિ ગુણસંપત્તિ પોતાની પાસે જ નથી તો તે ગુણસંપત્તિ શિષ્યોને કઈ રીતે આપી શકે? અને પોતાને જ હેય-ઉપાદેયનો વિવેક નથી, તેથી પોતે સંયમની ઉચિત પ્રવૃત્તિઓ કરી શકતા નથી, તો શિષ્યોને કઈ રીતે સંયમના ઉચિત યોગોમાં જોડી શકે ?
વળી, આવા અજ્ઞ સાધુને આચાર્ય બનાવેલ હોવાથી તે આચાર્ય બહુશ્રુત એવા અન્ય સુસાધુ પાસેથી પણ શિષ્યોમાં જ્ઞાનાદિ ગુણો વધારતા નથી; કેમ કે તેમને મિથ્યા અભિમાન હોય છે કે “હું પોતે આચાર્ય હોતે છતે મારા શિષ્યો બીજા પાસે કેમ ભણે?” આવા પ્રકારના ખોટા અભિમાનને કારણે અન્ન આચાર્ય અન્ય પાસે પણ પોતાના શિષ્યોને ભણાવતા નથી. આથી થોડો સમય તો શું? પરંતુ ઘણો સમય પસાર થાય તોપણ, આવા અલ્પશ્રુતવાળા આચાર્યના શિષ્યો નક્કી મૂર્ખ જ રહે છે, જેના કારણે પરંપરાએ તેવા આચાર્યના અગીતાર્થ શિષ્યોની પણ ગુણહાનિ થાય છે.
ગાથા ૯૪૨માં “પ્રાય:' શબ્દ મૂકવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞ એવા આચાર્ય તુચ્છપણું હોવાને કારણે પ્રાયઃ કરીને પોતાનામાં અવિદ્યમાન ગુણરૂપી સંપત્તિને શિષ્યોમાં આરોપતા નથી; આમ છતાં અજ્ઞ પણ આચાર્ય જો વિવેકસંપન્ન હોય તો વિચારે કે “મારી પાસે ભલે ગુણસંપદા નથી, તોપણ, હું અન્ય બહુશ્રુત સાધુ પાસે ભણાવીને પણ મારા શિષ્યોને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન કરું.” આથી આવા ભાવવાળા અજ્ઞ પણ આચાર્ય પોતાનામાં અવિદ્યમાન એવી ગુણસંપત્તિ ક્યારેક શિષ્યોમાં આરોપી શકે. તેવા આચાર્યની વ્યાવૃત્તિ કરવા અર્થે પ્રાયઃ શબ્દનો પ્રયોગ કરેલ છે. l૯૪૧/૯૪૨૯૪all
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org