Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
પુદ્ગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે, સ્નેહ સિવાય સંબંધ થતો નથી, માટે હવે પુદ્ગલોના પરસ્પર સંબંધમાં હેતુભૂત સ્નેહનો વિચાર કરવો જોઈએ તેથી તેનો વિચાર કરે છે– તે ત્રણ પ્રકારે છે :- ૧. સ્નેહપ્રત્યયસ્પદ્ધક પ્રરૂપણા, ૨. નામપ્રત્યય સ્પર્ધ્વકપ્રરૂપણા, ૩. પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા.
તેમાં સ્નેહ વડે થયેલા સ્પર્ધ્વકનો વિચાર તે સ્નેહપ્રત્યયસ્પદ્ધક પ્રરૂપણા.
બંધનનામકર્મ જેની અંદર નિમિત્ત છે એવા શરીરપ્રદેશના સ્પર્ધ્વકનો વિચાર તે નામ પ્રત્યયસ્પર્તકપ્રરૂપણા. એટલે કે બંધનનામકર્મના ઉદયથી પરસ્પર બદ્ધ થયેલા શરીર પુદ્ગલોના સ્નેહને આશ્રયીને જેની અંદર વિચાર કરવામાં આવ્યો હોય તે નામપ્રત્યયસ્પદ્ધકપ્રરૂપણા કહેવાય છે.
યોગરૂપ હેતુ વડે ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહને આશ્રયીને થયેલા સ્પર્ધ્વકનો જેની અંદર વિચાર કરવામાં આવ્યો હોય તે પ્રયોગપ્રત્યયસ્પદ્ધકપ્રરૂપણા.
તેમાં અહીં પ્રથમ સ્નેહપ્રત્યયસ્પર્ધ્વકનો વિચાર કરે છે–સર્વોત્કૃષ્ટ સ્નેહવાળા પરમાણુમાં રહેલ સ્નેહના કેવળીના કેવળજ્ઞાનરૂપ શસ્ત્ર વડે એકના બે અંશ ન થઈ શકે તેવા અંશો કરવા. એમાંના એક અંશને સ્નેહાણ કહેવામાં આવે છે. આ જગતમાં કેટલાક પરમાણુઓ એક સ્નેહાણુવાળા હોય છે, કેટલાક બે સ્નેહાણુવાળા હોય છે, કેટલાક ત્રણ સ્નેહાણુવાળા હોય છે, એમ અનુક્રમે વધતા વધતા સર્વજીવ કરતાં અનંતગુણ સ્નેહાણગુણ પણ કેટલાક પરમાણુઓ હોય છે. આ જ હકીકત હવે પછીની ગાથામાં કહે છે–
अविभागाईनेहेणं जुत्तया ताव पोग्गला अस्थि । सव्वजियाणंतगुणेण जाव नेहेण संजुत्ता ॥१९॥ जे एगनेह जुत्ता ते बहवो तेहिं वग्गणा पढमा । अविभागादिना स्नेहेन युक्तास्तावत् पुद्गलाः सन्ति । सर्वजीवानन्तगुणेन यावत् स्नेहेन संयुक्ताः ॥१९॥
ये एकस्नेहयुक्तास्ते बहवस्तैर्वर्गणा प्रथमा । અર્થ_એક સ્નેહાણયુક્ત પરમાણુઓ હોય છે, યાવત્ સર્વજીવથી અનન્તગુણ સ્નેહાણ યુક્ત પરમાણુઓ છે. તેમાં જે એક સ્નેહયુક્ત પરમાણુઓ છે તે ઘણા છે અને તેની પહેલી વર્ગણા થાય છે.
* ૧. પુગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે, તેથી અહીં સ્નેહનો વિચાર કરવામાં આવે છે.
તત્ત્વાર્થાધિગમસૂત્ર પંચમ અધ્યાય સૂત્ર ૩૨માં “ધિક્ષત્વા:'થી સ્નિગ્ધતા અને રુક્ષતા એ બંને પદગલોનો પરસ્પર સંબંધ થવામાં કારણ થયેલ છે અને અહીં તો રક્ષતાની વિચારણા કરવામાં આવી જ નથી તેનું કારણ સ્નિગ્ધતાના ઉપલક્ષણથી રક્ષતાનું પણ ગ્રહણ કર્યું હોય તેમ લાગે છે. અથવા તો વ્યવહારમાં કોઈ પણ વસ્તુનો પરસ્પર સંબંધ થવામાં ચીકાશને કારણ માનવામાં આવે છે તેથી અહીં સ્નિગ્ધતાની જેમ