Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
આ પ્રમાણે પરમાણુ વર્ગણાથી મહાત્કંધવર્ગણા પર્યત સઘળી વર્ગણાઓનું સ્વરૂપ કહ્યું. જો કે અહીં યોગ દ્વારા જે વર્ગણાઓનું ગ્રહણ થાય છે તેનું જ સ્વરૂપ કહેવું જોઈએ છતાં અન્ય વર્ગણાઓનું સ્વરૂપ પણ પ્રસંગવશાત્ કહ્યું છે. આ સઘળી વર્ગણાઓ અન્વર્થ નામવાળી છે. જેમકે–એક એક પરમાણુરૂપ વર્ગણા તે પરમાણુવર્ગણા, બે પરમાણુના પિંડરૂપ વર્ગણા તે ઢિપરમાણુરૂંધવર્ગણા વગેરે. અચિત્તમહાત્કંધ સુધીની સઘળી વર્ગણાઓ પ્રદેશોની અપેક્ષાએ અનુક્રમે મોટી મોટી છે છતાં દરેક વર્ગણા અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળી છે. કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે—દરેક વર્ગણાની અવગાહના અંગલના અસંખ્યાતમા ભાગની છે.” ૧૬. આ પ્રમાણે ટીકામાં કહેલ અર્થનો સૂત્રકાર પણ અનુવાદ કરે છે–
सिद्धाणंतंसेणं अहव अभब्वेहणंतगुणिएहिं ।
जुत्ता जहन्नजोग्गा ओरलाईणं भवे जेट्टा ॥१७॥ - સિદ્ધાનંતન અથવા અમથાનત્તળઃ
' युक्ता जघन्या योग्या औदारिकादीनां भवेज्ज्येष्ठा ॥१७॥ અર્થ–સિદ્ધોના અનંતમા ભાગે અથવા અભવ્યથી અનંતગુણ પરમાણુઓથી યુક્ત જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. તે જ જઘન્યવર્ગણા પોતાના અનંતમા ભાગ વડે યુક્ત થતાં ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે.
ટીકાનું–જે વર્ગણાઓમાં સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ અથવા અભવ્યથી અનંતગુણ પરમાણુઓ હોય તે વણાઓ ઔદારિકશરીરને ગ્રહણયોગ્ય જઘન્યવર્ગણા થાય છે. તે જ એક બે આદિ અનુક્રમે વધતી ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્યવર્ગણા થાય છે. જઘન્યવર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણામાં પોતાનો અનંતમો ભાગ અધિક પરમાણુઓ હોય છે.
ઔદારિક ઉત્કૃષ્ટ વર્ગણાથી એકાધિક પરમાણુવાળી અગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે, એક બે આદિ અનુક્રમે વધતાં ઉત્કૃષ્ટ અગ્રહણ યોગ્ય વર્ગણા થાય. અગ્રહણ જઘન્યવર્ગણામાંના પરમાણુને સિદ્ધના અનંતમા ભાગપ્રમાણ સંખ્યા વડે અથવા અભવ્યથી અનંતગુણ સંખ્યા વડે ગુણતાં જેટલા પરમાણુઓ થાય તેટલા ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણામાં પરમાણુઓ હોય છે.
ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણાથી એકાધિક પરમાણુવાળી વૈક્રિયશરીરને ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. તે જ એક બે આદિ ક્રમે વધતા ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણામાં પોતાનો અનંતમો ભાગ અધિક પરમાણુઓ હોય છે. ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વર્ગણાથી એકાધિક પરમાણુવાળી અગ્રહણયોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. એક બે આદિ ક્રમે વધતાં ઉત્કૃષ્ટ અગ્રહણવર્ગણા થાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટમાં અનંતગુણ પરમાણુઓ હોય છે. ત્યારપછી એકાધિક પરમાણુવાળી આહારકશરીરયોગ્ય જઘન્ય વણા થાય છે. એક બે આદિ ક્રમે વધતાં ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટમાં અનંતમો ભાગ અધિક પરમાણુઓ હોય છે. ત્યારપછી અગ્રહણ, તૈજસયોગ્ય ગ્રહણ એમ અનુક્રમે ભાષા, પ્રાણાપાન મનઃ અને કાર્યવણાના