Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
ટીકાનુ—આ જગતમાંના કેટલાક પરમાણુઓ એક સ્નેહાણુયુક્ત છે, કેટલાક બે સ્નેહાણુયુક્ત છે, કેટલાક ત્રણ યુક્ત છે, એ પ્રમાણે વધતા વધતા કેટલાક પરમાણુઓ સર્વજીવથી અનંતગુણ સ્નેહાણુ યુક્ત હોય છે. તેની અંદર જે પરમાણુઓ એક સ્નેહવાળા છે તે ઘણા છે, અને તેવા પરમાણુઓની પહેલી વર્ગણા થાય છે. બે સ્નેહાણુવાળા જે જે પરમાણુઓ હોય તેનો
સમુદાય તેની બીજી વર્ગણાં થાય છે. ત્રણ સ્નેહાણુવાળા પરમાણુઓના સમૂહની ત્રીજી વર્ગણા થાય છે. એ ક્રમે વધતા સંખ્યાતા સ્નેહાણુવાળા પરમાણુઓની સંખ્યાતીવર્ગણા થાય છે. અસંખ્યાતા સ્નેહાણુવાળા પરમાણુઓના સમુદાયની અસંખ્યાતી વર્ગણાઓ થાય છે. અને અનન્ત સ્નેહાણુવાળા પરમાણુઓની ચડતી ચડતી અનંતવર્ગણાઓ થાય છે.
૩૨
અહીં બે પ્રકારે પ્રરૂપણા થાય છે ઃ ૧. અનન્તરોપનિધા વડે, ૨. પરંપરોપનિધા વડે. આ બન્નેનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે. બંનેમાંથી પહેલાં અનન્તરોપનિધા વડે પ્રરૂપણા કરે છે. તથાસ્વભાવે અલ્પ અલ્પ સ્નેહાણુવાળા પરમાણુઓ વધારે છે અને વધારે વધારે સ્નેહાધ્રુવાળા પરમાણુઓ ઓછા ઓછા છે, તેથી જ પહેલી એક સ્નેહાણુવાળી વર્ગણામાં પરમાણુઓ ઘણા છે અને બે સ્નેહાણુવાળી બીજી વર્ગણામાં અસંખ્યેયભાગહીન-અસંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુઓ હોય છે, તે કરતાં પણ ત્રીજી વર્ગણામાં અસંખ્યાતમો ભાગ ન્યૂન પરમાણુઓ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ વર્ગણા કરતાં ઉત્તરોત્તરવર્ગણામાં અસંખ્યાતમો અસંખ્યાતમો ભાગ ન્યૂન ન્યૂન પરમાણુઓ ત્યાં સુધી કહેવા યાવત્ અનંતી વર્ગણા જાય. તે જ હકીકત કહે છે—
जे दुगनेहाइजुया असंखभागूण ते कसो ।
इय एरिसहाणीए जंति अणंता उ वग्गणा कमसो ॥२०॥
રુક્ષતાને પણ સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે તેમજ સ્નિગ્ધ અને રુક્ષ એ સ્પર્શવિશેષ છે અને અહીં એ બન્ને સ્પર્શોને સ્નેહ શબ્દથી કહ્યા હોય તેમ લાગે છે.
જગતમાં રહેલ કોઈપણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં પુદ્ગલોમાં જે કુદરતી સ્નેહ છે તેનો વિચાર સ્નેહપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે. પંદર પ્રકારના બંધનનામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતા પુદ્ગલોનો પરસ્પર સંબંધ થતી વખતે તે સંબંધ થવાના કારણભૂત જીવના સામર્થ્યવિશેષથી પુદ્ગલોમાં જે સ્નેહ ઉત્પન્ન થાય છે તેનું સ્વરૂપ નામપ્રત્યયસ્પર્ધકમાં અને યોગથી કર્મરૂપે ગ્રહણ કરાતી કાર્યણવર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશો સાથે એકાકારરૂપે સંબંધ થવામાં કારણભૂત જીવના સામર્થ્યવિશેષથી જે સ્નેહ ઉત્પન્ન થાય છે તેનો વિચાર પ્રયોગપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે.
ટીકામાં ઘણે ઠેકાણે સ્નેહને બદલે રસ શબ્દ વાપરેલ છે પરંતુ રસથી આ સ્નેહ જ સમજવાનો છે અને તેનાથી જ સ્કંધો અને વર્ગણા બને છે, માટે પ્રથમ સ્નેહપ્રત્યય સ્પર્ધકનું અને પછી આત્માના સામર્થ્યવિશેષથી ગ્રહણ કરાતાં પુદ્ગલોમાં જે વધારે સ્નેહ ઉત્પન્ન થાય છે. તે સ્નેહનું સ્વરૂપ નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરવામાં આવશે પરંતુ કર્મપરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની શક્તિરૂપ જે રસ છે, તે રસ આત્માના કાષાયિક અધ્યવસાયો દ્વારા ગ્રહણ કરતી વખતે અધ્યવસાયોને અનુરૂપ ઓછો કે વધારે ઉત્પન્ન થાય છે, અને તેનું સ્વરૂપ હવે પછી અનુભાગબંધના સ્વરૂપમાં ગ્રંથકાર પોતે જ બતાવવાના છે. તેથી અહીં રસ શબ્દથી તે રસ સમજવાનો નથી પણ સ્નેહ સમજવાનો છે.