________________
૨ ૨
કાવ્યાનુશાસન
રસલક્ષણ : આચાર્ય હેમચન્દ્ર (સળંગ સૂત્ર નં. ૨૬=) અધ્યાય ૨/૧માં રસનું લક્ષણ સરળ અને ચોક્કસ રીતે મૂકી આપે છે અને તેના ઉપરની અલંકારચૂડામણિવૃત્તિમાં જરૂરી ચર્ચા કરે છે.
સૂત્ર ૨/૧ (સળંગ સૂત્ર નં-૨૬)માં આચાર્ય હેમચન્દ્ર રસનું લક્ષણ મમ્મટ પ્રમાણે બાંધતાં જણાવે છે કે, “વિભાવો, અનુભાવો (તથા) વ્યભિચારીઓ વડે અભિવ્યક્ત થતો સ્થાયી ભાવ તે (થયો) રસ.” આપણે જાણીએ છીએ કે, ભરતમુનિએ માત્ર “વિમાવાનુમાવવ્યમવારિસંયો રસનિષ્પત્તિઃ' એવું સૂત્ર આપ્યું હતું જે આચાર્ય વિવેકમાં ટાંકે છે. પણ આ સૂત્રમાં અમુક અંશે સંદિગ્ધતા અથવા બીજા શબ્દોમાં કહીએ તો કદાચ વ્યાપકતા હતી જેને કારણે લોલ્લટ, શ્રી શંકુક, તથા ભટ્ટનાયક અને અભિનવગુપ્ત વગેરે આચાર્યોએ સૂત્રને પોતપોતાની રીતે સમજાવ્યું - આચાર્ય હેમચન્દ્ર રસનું લક્ષણ મૂળ ભારતના રસસૂત્રોની આનંદવર્ધન, અભિનવગુપ્ત-મમ્મટની
અભિવ્યક્તિ” પરંપરા પ્રમાણે સ્પષ્ટ રીતે માંડી આપે છે અને પોતાની શ્રદ્ધા આ કાશ્મીરી આનંદવર્ધન-અભિનવગુપ્ત-મમ્મટની વ્યંજના-ધ્વનિવાદી વિચારસરણિ વિશે જાહેર કરે છે. વિવેકના અંશની વાત આપણે પાછળથી કરીશું. પહેલાં બીજા અધ્યાયના સૂત્ર-વૃત્તિ-અંશમાં આચાર્યે કરેલી રસવિષયક ચર્ચા આપણે તપાસીશું.
રસનું લક્ષણ બાંધતાં આચાર્ય જણાવે છે કે, વિભાવાદિ વડે અભિવ્યક્ત થતો સ્થાયી તે રસ. આ સ્પષ્ટતા જરૂરી હતી. વિભાવાદિનો સ્થાયી સાથેનો વ્યંગ્યવ્યંજકભાવસંબંધ જ આચાર્યશ્રીને ગ્રાહ્ય છે એવું અહીં ફલિત થાય છે. આથી પોતે આનંદવર્ધન તથા અભિનવગુપ્ત અને મમ્મટની
થાપિવિત્રલો રસઅર્થાત્ લૌકિક સ્થાયીથી ભિન્ન, અભિવ્યક્ત સ્થાયી, કેવળ કલાનો વિષય બનતો, સુખ-દુઃખાત્મક લૌકિક સ્વભાવથી ભિન્ન, કેવળ આનંદસ્વરૂપ, અભિવ્યક્ત થાયી તેજ અલૌકિક રસ; જે કાવ્ય નાટ્યાદિ કલામાàકગોચર છે, અર્થાત, લોકાતિશાયી, અલૌકિક સ્વભાવનો છે, તે જ “રસ'; એ પરંપરાનો હેમચન્દ્ર આદરપૂર્વક સ્વીકાર કરે છે. આમ જયસિંહદેવના ગુજરાતમાં આચાર્ય હેમચન્દ્ર, ભોજની માલવ પરંપરાની આગેકૂચને થંભાવીને, કાશમીરી પરંપરાનું પ્રવર્તન કરે છે, જે છેક દૂર દક્ષિણ સુધી પ્રવર્તે છે.
અલંકારચૂડામણિમાં તેઓ નોંધે છે કે, વાચિક વગેરે અભિનયોથી સહિત, સ્થાયી અને વ્યભિચારી એવી ચિત્તવૃત્તિઓ વિભાવિત થાય છે, એટલે કે વિશિષ્ટ સ્વરૂપે જણાય છે, (=અલૌકિક રૂપે આવિર્ભાવ પામે છે, નહિ કે લૌકિક સુખદુઃખાત્મક સ્વભાવવાળા ભાવો તરીકે) જેમનાથી, તે થયા વિભાવો; જે કાવ્ય-નાટ્યમાં લલના વગેરે આલંબનવિભાવરૂપે અને ઉદ્યાન વગેરે ઉદ્દીપકરૂપે પ્રસિદ્ધ છે, તે વિભાવો વડે સ્થાયિભાવ કે વ્યભિચારિભાવ નામે ચિત્તવૃત્તિવિશેષ જે સામાજિક અનુભવે છે, તે રસ છે. તે અનુભાવો વડે અનુભાવિત કરાય છે. અર્થાત્ સાક્ષાત્ કરાય છે. આ અનુભાવો તે કટાક્ષ, ભુજાપેક્ષાદિ અર્થાત્ હાથ વગેરે અંગોનું હલનચલન વગેર આ અનુભાવોથી સામાજિકોને સ્થાયી કે વ્યભિચારી અનુભાવિત કરાવાય છે. વિવિધ રીતે અર્થાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org