________________
ભૂમિકા
૨૧ અનૈતિક એ જ સુંદરતા એવું નથી, પણ સૌંદર્ય, આત્માની અભિવ્યક્તિ,માત્મનઃ નાં- એ આપણા નિમ્નસ્તરીય નૈતિક – અનૈતિક, શ્લીલ-અશ્લીલ વગેરેના વિચારો, ક્ષુદ્ર સાંસારિક દૃષ્ટિકોણ, તુચ્છ સંસારીઓના, “કલા'ને ન જાણનારા કૃતક કલાવિદોના વિચારોથી પર છે, ભિન્ન છે, ઊર્ધ્વગામી ચેતનાનો વિષય છે. નહિ તો મહાન કલાકારોના ન્યૂડ પેઇન્ટિંગ, ન્યૂડ ફોટોગ્રાફસ, તથા ખલિલ જિબ્રાન કે અરવિંદ આશ્રમના શ્રી માતાજી આદિ ગૂઢવાદીઓનાં ચિત્રો માત્ર જુગુપ્સાપ્રેરક જ ગણાવા લાગશે. અસ્તુ.
વસ્તુધ્વનિનાં ઉદાહરણો આપ્યા પછી અલંકાર ધ્વનિ અને રસાદિના ભેદો મુખ્યાદિથી જુદા જાણવા એવી આચાર્યશ્રી નોંધ કરીને, તે વ્યંગ્યાર્થ જેનો વિષય છે, તે થયો વ્યંજક શબ્દ; એવી નોંધ કરે છે – તદિષયો વ્યવ: શબ્દઃ |
મુખ્યા વગેરે, અર્થાત મુખ્યા, ગૌણી, લક્ષણો અને વ્યંજના તે મુખ્ય, ગૌણ, લક્ષક અને વ્યંજક શબ્દોની વૃત્તિઓ, વ્યાપારો, શક્તિઓ છે તેવું આચાર્ય સૂત્ર ૧-૨૦માં પ્રતિપાદિત કરી વૃત્તિમાં વિસ્તારથી સમજાવે છે, સાથે તાત્પર્યાર્થ અને તાત્પર્યશક્તિ પદવિષયક ન હોતાં વાક્યવિષયક છે તેથી તેનો અહીં વિમર્શ નથી કરાયો તેવું પણ નોંધે છે.
સૂત્ર ૧-૨૧માં અર્થની વ્યંજકતા તેઓ સમજાવે છે. ઉપર આપણે સૂત્ર ૧-૨૨માં જોયું તેમ વ્યંગ્ય શબ્દ શક્તિમૂલક તથા અર્થશક્તિમૂલક છે તથા સૂત્ર ૧-૨૩ પ્રમાણે, અને ૧-૨૪ પ્રમાણે આચાર્ય તેના ભેદોપભેદો આનંદવર્ધનાદિ તથા મમ્મટાદિ પ્રમાણે નિરૂપે છે તેની નોંધમાત્ર લઈશું.
સૂત્ર ૧-૨૫ “રાશિમાં તથા તે પરની વૃત્તિમાં રસાદિધ્વનિ - અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ-ની બધી જ છટાઓ, રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસ્થિતિ, ભાવસંધિ, ભાવશબલતા વગેરેની વિસ્તૃત ચર્ચા આચાર્ય આવરી લે છે. આ સાથે પ્રથમ અધ્યાયની કાવ્યાનુશાસનની અલંકારચૂડામણિ વૃત્તિ પૂર્ણ થઈ એવી નોંધ પુષ્યિકામાં વાંચવા મળે છે.
બીજો અધ્યાય - બીજા અધ્યાયમાં આચાર્ય હેમચન્દ્ર રસ, સ્થાયિભાવ, વ્યભિચારિભાવ, સાત્ત્વિક ભાવો, રસાભાસ, ભાવાભાસ વગેરેની ચર્ચા કરીને આચાર્યશ્રી વ્યંગ્યના પ્રાધાન્ય – અપ્રાધાન્યના સંદર્ભમાં ઉત્તમ, મધ્યમ તથા મધ્યમના પેટાભેદો - એમ કાવ્યનું વિવેચનલક્ષી વર્ગીકરણ આપે છે. વ્યંગ્યવગરનું તે અવ્યંગ્ય; તે “અવર-કાવ્યનો છેલ્લે નિર્દેશ તેઓ આપે છે. આ અધ્યાય ઉપરના વિવેકમાં આચાર્ય અભિનવભારતીમાંથી અત્યંત ઉપયોગી રસનિષ્પત્તિ વિશેની ચર્ચા સામેલ કરે છે એ તેમની અપૂર્વ સિદ્ધિ છે. વાસ્તવમાં વિવેકના આ અંશના સંદર્ભમાં આધુનિક વિદ્વાનોએ અભિનવભારતીના અશુદ્ધ પાઠ દૂર કરી, મૂલ પાઠનિર્ધારણ કર્યું છે, તથા અભિનવભારતીના લુપ્તાંશની પણ પુનઃપ્રતિષ્ઠા વિવેકની મદદથી ડૉ. કુલકર્ણી વગેરે વિદ્વાનોએ કરી છે તે બધામાં આલંકારિક ચક્રવર્તી તરીકે આચાર્ય હેમચન્દ્રનો મહિમા પ્રસ્થાપિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org