________________
૨૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન રહી જવા પામી હોય તે અંગે સૌના પ્રતિ અમે મિચ્છામી દુક્કડમભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. સંભવ છે કે કેટલાંક પ્રભાવક ચરિત્રે અમારા ભગીરથ પુરુષાર્થ પછી પણ રહી જવા પામ્યાં હોય તો વાંચકે અમારું જરૂર ધ્યાન દોરે. સાનુકૂળ સંજોગો હશે તે અવસરે યોગ્ય ન્યાય આપીશું. પના સાધ્વી ભગવંતેનાં નામે કે પૂરી વિગતે પ્રાપ્ત કરવામાં કેટલીક માહિતી ખરેખર અધૂરી રહેવા પામી છે. અમારાં ટાંચા સાધને, અમારી અલ્પ બુદ્ધિ અને અમારી વ્યક્તિગત શક્તિને પણ મર્યાદા હોવાને કારણે અમારા મનમાં શરૂઆતથી જે ચિત્ર અંકિત કર્યું હતું તેવું નકકર ચિત્ર આ ગ્રંથ-પ્રકાશનમાં ઉપસાવી શક્યા નથી તેને અમારા મનમાં ભારેભાર રંજ છે. છતાં આ પ્રથમ પ્રયાસમાં અધૂરપ દેખાય તે ઉદાર દિલે અમને ક્ષમા આપશે.
પ્રત્યક્ષ અને પરોક્ષ આ ગ્રંથમણિમાં જેમણે જેમણે જરૂરી માર્ગદર્શન તથા તન મન ધનથી જે કઈ એ સહગ આપ્યો છે તે સૌના અમે ખૂબ ખૂબ ઋણી છીએ.
-નંદલાલ દેવલુકની વંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org