________________
૪૩૮
આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ નિપુણ એવી સ્મૃતિ હોય છે અને તે હોવાથી અહીં ધર્મક્રિયા માત્ર શુદ્ધ પ્રીતિથી થાય છે, એમાં કંઈક શુદ્ધ સત્ ઉદ્યમ થાય છે.
૪. દીપ્રાદષ્ટિમાં તો આ બોધ દીવાના પ્રકાશ જેવો અને ઉક્ત ત્રણ બોધ કરતાં ઘણો વધારે વિશિષ્ટ હોય છે, તેથી અહીં એનો (સંસ્કાર દ્વારા) ટકાવ અને તાકાત ઊંચા હોય છે એટલે વંદનાદિ ક્રિયા વખતે એનું સ્મરણ પણ સારું કહે છે. એટલે વંદનાદિ ક્રિયામાં (શરીર નમાવવું, અંજલી કરવી વગેરે) દ્રવ્ય પ્રયોગ ભાવથી પણ થાય છે. તેથી અહીં એનો પ્રયત્ન વિશેષ થાય છે – તે ભક્તિથી થાય છે, એટલે જ આટલો પ્રયત્ન એ પહેલા ગુણસ્થાનકનો (મિથ્યાત્વની અતિ મંદતાથી લઈને) પ્રકર્ષ છે એમ આગમવેત્તાઓ કહે છે.
૫. સ્થિરાદષ્ટિ તો ભિન્નગ્રંથિ-એટલે જેની ગ્રંથિ ભેદાઈ છે એવા સમ્યગ્દષ્ટિને જ હોય છે. તેનો બોધ રત્નપ્રભા સમાન હોય છે. તે બોધભાવ - (૧) અપ્રતિપાતી-પડે નહિં એવો, (૨) પ્રવર્ધમાન-વૃદ્ધિ પામતો જતો, (૩) નિરપાય-અપાય રહિત, બાધા રહિત, (૪) બીજાને સંતાપ નહિં પમાડનારો, (૫) નિર્દોષ આનંદકારી અને (૬) પ્રાયઃ પ્રણિધાનપ્રવૃત્તિ વગેરેના બીજરૂપ હોય છે.
૬. કાંતાદૃષ્ટિમાં - આ બોધ તારાની પ્રભા સમાન હોય છે. એટલા માટે એ પ્રકૃતિથી - સહજ સ્વભાવથી સ્થિત જ હોય છે. અત્રે અનુષ્ઠાન - (૧) નિરતિચાર, (૨) શુદ્ધ ઉપયોગને અનુસારી, (૩) વિશિષ્ટ અપ્રમાદથી સંગત, (૪) વિનિયોગપ્રધાન, (૫) અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે.
૭. પ્રભાદૃષ્ટિમાં સૂર્યની પ્રભા સમાન બીધ હોય છે. (૧) તે સર્વદા ધ્યાનનું જ કારણ બને છે. (૨) અહીં પ્રાયે વિકલ્પનો અવસર હોતો નથી. (૩) અહીં ઉપશમભર્યું સુખ હોય છે. (૪) અહીં અન્ય શાસ્ત્રો અકિંચિત્કર (નિરુપયોગી) બની જાય છે. (૫) અનુષ્ઠાન સમાધિનિષ્ઠ સ્વસ્થચિત્તમાં રહેનારું બને છે. (૬) પ્રભાદષ્ટિવાળાના સંનિધાનમાં (બીજા જીવોના) વૈર આદિનો નાશ થાય છે. (૭) પરાનુગ્રહકર્તાપણું હોય છે. (૮) શિષ્યો પ્રત્યે ઔચિત્યયોગ હોય છે. (૯) તથા અવંધ્ય (નિષ્ફળ ન જાય એવી) સન્ક્રિયા હોય છે.
૮ પરાષ્ટિમાં તો ચંદ્રની ચંદ્રિકાની પ્રભા સમાન બોધ હોય છે. સર્વદા સાનરૂપ જ એવો તે વિકલ્પરહિત માનવામાં આવ્યો છે. (૧) વિકલ્પના અભાવથી અહીં ઉત્તમ સુખ હોય છે. (૨) આરૂઢના આરોહણની જેમ અત્રે પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન નથી હોતુંચઢેલાને ચઢવાનું શું ? તેની પેઠે. (૩) સામાની યોગ્યતા પ્રમાણે પરોપકારકરણ હોય છે. (૪) તથા પૂર્વવત્ અવંધ્ય સન્ક્રિયા હોય છે.
એમ સામાન્યથી સમ્યગ્દષ્ટવાળા યોગીની દિષ્ટ આઠ પ્રકારની છે.