________________
બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ
એટલે શુભકર્મ. પાપ એટલે અશુભકર્મ.
ગુરુ નવ તત્ત્વો સારી રીતે જાણે છે.
૪૬૭
મૈથુનના સેવનથી અટકવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની રક્ષા માટેના ઉપાયો તે બ્રહ્મચર્યગુપ્તિઓ. તે નવ છે. તે આ પ્રમાણે - ૧ સ્ત્રી-પશુ-નપુંસક રહિત વસતિમાં રહેવું, ૨ સ્ત્રીકથા ન કરવી, ૩ સ્ત્રીના આસન ઉપર બેસવું નહીં, ૪ સ્ત્રીના અંગોપાંગ ન જોવા, ૫ ભીંતના આંતરે સ્ત્રી રહેતી હોય ત્યાં ન રહેવું, ૬ પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું, ૭ વિગઇઓથી ભરપૂર આહાર ન વાપરવો, ૮ અતિઆહાર ન વાપરવો અને ૯ વિભૂષા ન કરવી. આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - વસતિ, કથા, નિષદ્યા, ઇંદ્રિય, કુચંતર, પૂર્વક્રીડિત, પ્રણીત, અતિમાત્રાહાર અને વિભૂષા આ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ (વાડો) છે.
ટીકાર્થ - બ્રહ્મચર્યની ગુપ્તિઓ પાળવામાં તત્પર એવા બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ-નપુંસકથી યુક્ત વસતિમાં ન રહેવું, એકલી સ્ત્રીઓને કથા ન કહેવી, સ્ત્રીની નિષદ્યાનું સેવન કરવું નહીં એટલે કે સ્ત્રી જે આસન ઉપરથી ઊભી થઈ હોય તે આસન ઉપર બેસવું નહીં, સ્ત્રીઓની ઇન્દ્રિયો જોવી નહીં, ભીંતના આંતરે રહેલ-મૈથુનમાં આસક્ત સ્ત્રીઓનો અવાજ સાંભળવો નહીં, પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું, પ્રણીતભોજન ન કરવું એટલે કે સ્નિગ્ધભોજન ન કરવું, ઘણો આહાર ન વાપરવો, વિભૂષા ન કરવી, આ બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ છે. આ ગાથાનો અર્થ થયો.’
ઉત્તરાધ્યયનસૂત્રના સોળમા અધ્યયનમાં અને વાદિવેતાલશાન્તિસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે -
‘જે એકાંતમાં હોય, તે તે કાર્ય માટે આવેલા સ્ત્રી વગેરેથી આકુલ ન હોવાથી ભરાયું ન હોય, અકાળે વંદન – ઉપદેશ સાંભળવા વગેરે માટે આવેલ સ્ત્રીઓ, નપુંસકો અને લુચ્ચાઓ વિનાનું હોય, તેવા આશ્રયસ્થાનમાં બ્રહ્મચર્યના પાલન માટે સાધુ રહે છે. એકાંત સ્થાનમાં જ રહેનારી સ્ત્રી વગેરેનો અભાવ હોય છે. ‘વ’ શબ્દથી નપુંસકો અને લુચ્ચા પુરુષો વગેરે લીધા. આ વ્યાખ્યા પ્રસ્તુત વાતની અપેક્ષાએ કરી. બીજે પણ આ રીતે પ્રસ્તુત વાત વગેરેની અપેક્ષા વિચા૨વી. કહ્યું છે - ‘અર્થથી, પ્રકરણથી, લિંગથી, ઔચિત્યથી, દેશથી, શબ્દના અર્થોનો વિભાગ થાય છે, માત્ર શબ્દથી જ નહીં. (૧)’
‘અહો ! આ સુંદર છે.' વગેરે વિચારોથી ઉત્પન્ન થનારા માનસિક આનંદને કરનારી અને વિષયોની આસક્તિને ખૂબ વધા૨વામાં કારણભૂત એવી ‘જો તેણીનું મુખ હોય તો