________________
૬૧૬
શ્રાવકની અગિયાર પ્રતિમાઓ પહેરનાર તથા દિવસે બ્રહ્મચર્ય પાળનારો, રાત્રે પણ સ્ત્રીઓનું અથવા સ્ત્રીના ભોગોનું પરિમાણ એટલે પ્રમાણ કરે. આ પ્રમાણે બાકીના દિવસોએ રહે. (૯૮૬)
હવે કાયોત્સર્ગમાં રહી જે વિચારે તે કહે છે –
ગાથાર્થ - કાઉસ્સગ્ન પ્રતિમામાં રહેલો જીવ ગૈલોક્યપૂજ્ય, જિતકષાય એવા જિનેશ્વરોનું ધ્યાન કરે છે. બીજું પોતાના દોષોના દુશ્મનને (શત્રુને) પાંચ મહિના સુધી ધ્યાવે છે. (૯૮૭).
ટીકાર્ય - કાઉસ્સગ્ન પ્રતિમામાં રહેલો શ્રાવક કાઉસ્સગ્નમાં તૈલોક્યપૂજ્ય, સમસ્ત દ્વેષ વગેરે દોષોનો નાશ કરનાર તીર્થકરોનું ધ્યાન કરે છે. જિનનું ધ્યાન ન કરે તો બીજું પોતાના દોષોના પ્રત્યેનીક-દુશ્મન એટલે પોતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના વિરોધી એવા કામનિંદા, ક્ષમા વગેરે ગુણોનું પાંચ મહિના સુધી ધ્યાન કરે છે.
ગાથાર્થ - ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા :- શૃંગારકથા, વિભૂષાના ઉત્કર્ષને, સ્ત્રીકથાને તથા સંપૂર્ણ અબ્રહ્મ એટલે મૈથુનને, આ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર છ મહિના સુધી ત્યાગી દે, ત્યજી દે છે.
ટીકાર્ય - શૃંગાર એટલે કામકથા, સ્નાનવિલેપન, ધૂપન વગેરે રૂપ વિભૂષા-શણગાર વગેરેના ઉત્કર્ષ એટલે અધિકતાનો ત્યાગ કરે. વિભૂષાનો ઉત્કર્ષ લેવાથી એવો ભાવ આવે છે કે ફક્ત શરીરનુરૂપ વિભૂષા કરે. તથા સ્ત્રીની સાથે ખાનગીમાં પ્રેમકથાનો ત્યાગ કરતો આ અબ્રહ્મ વર્ષનરૂપ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર, મૈથુન-અબ્રહ્મનો છ મહિના સુધી ત્યાગ કરે છે. આગળની પ્રતિમાઓમાં દિવસે જ મૈથુનનો ત્યાગ હતો. રાત્રે ત્યાગ ન હતો. આમાં તો દિવસે અને રાત્રે પણ સર્વથા મૈથુનનો નિષેધ છે. આથી જ આ પ્રતિમામાં ચિત્તને ડામાડોળ કરનાર કામકથા વગેરે પ્રવૃત્તિનો નિષેધ કર્યો છે. (૯૮૮)
ગાથાર્થ - ૭. સચિત્તવર્જન પ્રતિમા :- સાત માસની સાતમી પ્રતિમામાં સચિત્ત આહારને ખાય નહિ. જે-જે નીચેની પ્રતિમાની વિધિ છે તે આગળની પ્રતિમામાં પણ કરે. (૯૮૯).
ટીકાર્ચ - સાત માસની સાતમી સચિત્ત વર્ષનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચેતન એટલે જીવવાળો આહાર જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ હોય છે, તેને વાપરે નહીં, ખાય નહીં. તથા જે જે નીચેની એટલે પાછળની પ્રતિમાઓનું જે અનુષ્ઠાન હોય છે તે તે બધું યે ઉપર એટલે આગળની પ્રતિમાઓમાં સંપૂર્ણપણે કરે છે. આ વાત આગળ કહી હોવા છતાં ફરીવાર ભૂલકણા શિષ્યોને યાદ કરાવવારૂપ ઉપકાર માટે કહી છે. એ પ્રમાણે બીજે પણ સમજવું. (૯૮૯)