________________
પંદર પ્રકારની સંજ્ઞા
૭૩૩ ત્યારે ઔદારિકની સાથે મિશ્ર આહારક મળે છે. આહારકનો ઘણો વ્યાપાર હોવાથી આહારક પ્રધાન છે, તેથી આહારકમિશ્ર કહ્યો. બીજાઓ તો શરૂઆતના કાળમાં જ આહારકમિશ્ર માને છે એટલે કે આહારક શરૂ કરાતું હોવાથી તેની મુખ્યપણે વિવક્ષા થવાથી આહારકમિશ્રને ઇચ્છે છે. તથા કર્મ એ જ કાર્મણ અથવા કર્મનો વિકાર તે કામણ. કહ્યું છે કે, કર્મના વિપાકરૂપ, આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી બનેલું, બધા શરીરોના કારણભૂત એવું કાર્મણશરીર છે.' કાર્પણ એ કાય તે કાર્પણ કાય. તેના વડે યોગ તે કાર્મણકાયયોગ. આ રીતે પંદર પ્રકારના યોગ કહ્યા. (૩૪)'
ગુરુ પંદર પ્રકારના યોગોનું સ્વરૂપ બીજાને સારી રીતે કહે છે.
સંજ્ઞા એટલે વિજ્ઞાન. સંજ્ઞા પંદર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આહારસંજ્ઞા, ર ભયસંજ્ઞા, ૩પરિગ્રહસંજ્ઞા, ૪ મૈથુનસંજ્ઞા, પ ક્રોધસંજ્ઞા, ૬ માનસંજ્ઞા, ૭ માયાસંજ્ઞા, ૮ લોભસંજ્ઞા, ૯ ઓઘસંજ્ઞા, ૧૦ લોકસંજ્ઞા, ૧૧ સુખસંજ્ઞા, ૧૨ દુઃખસંજ્ઞા, ૧૩ મોહસંજ્ઞા, ૧૪ વિચિકિત્સાસંજ્ઞા અને ૧૫ ધર્મસંજ્ઞા. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - સંસારમાં રહેલા સમગ્ર જીવોને ભવવાસપર્યત (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુનરૂપ ચાર સંજ્ઞાઓ હોય છે. (૯૨૩)
ટીકાર્ય - સંજ્ઞા એટલે આભોગ (ઉપયોગ, વિચાર). તે સંજ્ઞા બે પ્રકારે છે. (૧) લાયોપથમિકી અને (૨) ઔદયિકી. તેમાં પહેલી સંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ બુદ્ધિના ભેદરૂપે છે. તે આગળની ગાથામાં કહી ગયા છીએ. બીજી ઔદયિકીસંજ્ઞા સામાન્યથી આહાર વગેરે રૂપે ચાર પ્રકારે છે.
(૧) આહાર સંજ્ઞા - સુધાવેદનીયના ઉદયથી કવલ (કોળીયા) વગેરે આહારાદિ માટે તેવા પ્રકારના પુગલોને ગ્રહણ કરવાની જે ઇચ્છા, તે આહારસંજ્ઞા. તે આહારસંજ્ઞા આભોગાત્મક (ઉપયોગાત્મક) છે. તે ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે, “ચાર સ્થાનો (કારણો)થી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – (૧) ખાલી પેટ હોવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) આહારના ઉપયોગથી.”
તેમાં (૧) અવમકોઇપણાથી એટલે ખાલી પેટ થવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) આહારની વાત (કથા)ના શ્રવણ વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપયોગેન એટલે સતત આહારની ચિત્તાથી એટલે વિચારણાથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે.
(૨) ભયસંજ્ઞા :- ભય મોહનીયના ઉદયથી ભયથી વિહ્વળ થયેલાના આંખ અને