________________
સોળ ઉદ્દગમના દોષો
७४७ ૪) મિશ્રજાત - કુટુંબનો વિચાર અને સાધુનો વિચાર ભેગા થવા રૂ૫ મિશ્રભાવથી બનેલ ભોજન વગેરે તે મિશ્રજાત છે.
(૫) સ્થાપના - સ્થાપના એટલે સાધુ માટે કેટલોક કાળ રાખી મૂકવું તે, અથવા “સાધુને આપવાનું છે' એવી બુદ્ધિથી આપવાની વસ્તુને કેટલોક કાળ રાખવી તે. તેના યોગથી આપવાની વસ્તુ પણ સ્થાપના છે.
(૬) પ્રાભૃતિકા - કોઈક ઈષ્ટ કે પૂજ્યને બહુમાનપૂર્વક જે ઈચ્છિત વસ્તુ અપાય છે તે પ્રાભૂત કહેવાય છે. તેથી પ્રાભૃત જેવું હોય તે પ્રાભૂત એટલે સાધુ માટે લાવેલી ભિક્ષા વગેરે આપવાની વસ્તુ. પ્રાભૃત એ જ પ્રાભૃતિકા. “સ્વાર્થમાં લાગેલા પ્રત્યયવાળા શબ્દો પ્રકૃતિ (મૂળ શબ્દ)ના લિંગ અને વચનને બદલે છે.' આ વચનથી પહેલા પ્રાભૂત શબ્દ નપુંસકલિંગમાં હોવા છતાં તે પ્રત્યય લાગતા પ્રાભૂતિકા શબ્દ સ્ત્રીલિંગમાં થયો. અથવા પ્રકર્ષ વડે સાધુને આપવા રૂપ મર્યાદા વડે ભરાયેલી જે ભિક્ષા તે પ્રાભૃતા. પછી સ્વાર્થમાં ૩ પ્રત્યય લાગવાથી પ્રાભૃતિકા થાય.
(૭) પ્રાદુષ્કરણ - સાધુ માટે મણિ વગેરે રાખીને કે દિવાલ વગેરે તોડીને આપવાની વસ્તુને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ. તેના યોગથી ભોજન પણ પ્રાદુષ્કરણ છે. અથવા જેને પ્રગટ કરાય તે પ્રાદુષ્કરણ છે.
(૮) ક્રીત - ક્રીત એટલે સાધુ માટે મૂલ્યથી લીધેલું હોય તે.
(૯) અપમિત્ય - “તને ફરી પણ આપીશ.” એમ કહીને સાધુ માટે જે ઊછીનું લેવાય તે અપમિત્ય. અહીં જે ઊછીનું લેવાય તે પણ ઉપચારથી અપમિત્ય કહ્યું છે.
(૧૦) પરિવર્તિત - સાધુ માટે જે બીજાની સાથે બદલાવેલું હોય તે પરિવર્તિત છે.
(૧૧) અભિહત - સાધુને આપવા માટે જે પોતાના ગામથી કે બીજા ગામથી લાવેલું હોય તે અભિહત. અન્ય સ્થાનમાંથી સાધુની સામે લાવેલું તે અભિઠ્ઠત એવી વ્યુત્પત્તિથી અભિહૃત શબ્દ બન્યો છે.
(૧૨) ઉર્ભિન્ન - સાધુઓને ઘી વગેરે આપવા માટે બરણી વગેરેનું છાણ વગેરેથી સીલ કરાયેલ મોઢું ઉઘાડવું તે ઉન્નિ . તેના યોગથી આપવાની ઘી વગેરે વસ્તુ પણ ઉર્ભિન્ન કહેવાય છે.
(૧૩) માલાપહત - માળ એટલે માંચડો વગેરે. તેની ઉપરથી સાધુ માટે લાવેલ જે ભોજન વગેરે તે માલાપહૃત છે.