________________
સોળ ઉત્પાદનાના દોષો
(૧૪) આચ્છેદ્ય - આપવા નહીં ઇચ્છતા એવા નોકરના પુત્ર વગેરે પાસેથી સાધુને આપવા માટે ઝુંટવીને અપાય તે આચ્છેદ્ય.
૭૪૮
(૧૫) અનિસૃષ્ટ - બધા માલિકો વડે સાધુને આપવા માટે જે રજા અપાયેલું ન હોય તે અનિસૃષ્ટ છે.
(૧૬) અધ્યવપૂરક - પોતાની માટે ચૂલે ચઢાવેલા ભોજન વગેરેને સાધુઓ આવ્યાનું જાણી તેમની માટે ભોજન કરવા માટે ખૂબ ભરવું તે અધ્યવપૂર. અધ્યવપૂર એ જ અધ્યવપૂરક, સ્વાર્થમાં અે પ્રત્યય લાગે છે. તેના યોગથી ભોજન વગેરે પણ અધ્યવપૂરક છે.
આ સોળ ઉદ્ગમના દોષો છે. (૯૨, ૯૩)’
ઉત્પાદના એટલે મૂળથી શુદ્ધ એવા પણ પિંડને ધાત્રીપણું વગેરે પ્રકારો વડે મેળવવો. તે વિષયના દોષો તે ઉત્પાદનાદોષો. તે સોળ છે. તે આ પ્રમાણે – ૧ ધાત્રીપિંડ, ૨ દૂતીપિંડ, ૩ નિમિત્તપિંડ, ૪ આજીવપિંડ, પ વનીપકપિંડ, ૬ ચિકિત્સાપિંડ, ૭ ક્રોધપિંડ, ૮ માનપિંડ, ૯ માયાપિંડ, ૧૦ લોભપિંડ, ૧૧ પૂર્વપશ્ચાત્સંસ્તવપિંડ, ૧૨ વિદ્યાપિંડ, ૧૩ મંત્રપિંડ, ૧૪ ચૂર્ણપિંડ, ૧૫ યોગપિંડ અને ૧૬ મૂલકર્મપિંડ. જિનવલ્લભગણિએ રચેલ પિંડવિશુદ્ધિમાં અને ચન્દ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે -
‘અવતરણિકા :- હવે, જેની પ્રસ્તાવના કરી ગયા તે જ ઉત્પાદના દોષોને નામથી તેમજ સંખ્યાથી બે ગાથામાં બતાવે છે -
=
શબ્દાર્થ :- ધાઽ = ધાત્રી, તૂ = દૂતી, નિમિત્તે નિમિત્ત, આઝીવ = આજીવન, નળીમો = વનીપક, તિળિા = ચિકિત્સા, ય = અને, જોહે ક્રોધ, માળે = માન, માયા = માયા, તમે = લોભ, ગ = અને, વંતિ = હોય છે, સ = દશ, રૂ = આ. (૫૮)
=
=
=
પુનિ = પહેલા, પછી = પછી, સંથવ = પ્રશંસા, વિખ્ખા = વિદ્યા, મંતે = મંત્ર, ય = અને, વુન્નનોો = ચૂર્ણ અને યોગ, ય = અને, ૪પ્પાયળાણ = ઉત્પાદનાના, વોસા = દોષો, સોનમે = સોળમો, મૂલમ્મે = મૂલકર્મ, ય = અને. (૫૯)
ગાથાર્થ :- (૧) ધાત્રી એટલે બાળકનું પાલન કરનાર સ્ત્રી. અહીં ધાત્રી શબ્દ એકલો હોવા છતાં પણ દોષનો પ્રસ્તાવ હોવાથી ધાત્રીપણું કરવું તે ધાત્રીદોષ, એવી રીતે બીજા દોષોમાં પણ યથાસંભવ જાણી લેવું. (૨) દૂતી એટલે પરસ્પર સંદેશો કહેનાર સ્ત્રી, તે કરવાપણું. (૩) નિમિત્ત એટલે અતીત-અનાગતાદિ ભાવોનું કહેવું. (૪) આજીવન એટલે દાયકની આગળ તેની સમાન પોતાના જાત્યાદિ જણાવવા. (૫) વનીપક એટલે દાયકને પૂજ્ય હોય તેનો પોતે ભક્ત છે એમ બતાવવું. (૬) રોગીની ચિકિત્સા કરવી, કરાવવી.