________________
૭૫૦
‘હન્તિ સ પણ’ = ‘મત્તિ વશ તે’
(૫૮)
સોળ ઉત્પાદનાના દોષો
= ઉપરોક્ત પ્રમાણે આ ૧૦ ભેદો થાય છે.
=
(૧૧) ‘નિ પન્ના સંથવ' = ‘પૂર્વ પશ્ચાત્સંસ્તવઃ’ દાનની પૂર્વે દાતારની પ્રશંસા કરે તે પૂર્વસંસ્તવ અને દાનની પછી દાતારની પ્રશંસા કરે તે પશ્ચાત્સંસ્તવ.
(૧૨) ‘વિધ્ના’ = ‘વિદ્યાપ્રયોગખં’. જે સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત હોય અથવા જે સાધના દ્વારા સિદ્ધ થાય તેવી ‘ઓમ્’ વગેરે અક્ષરોની રચના, તેને વિદ્યા કહેવાય છે. તેનો પ્રયોગ કરવો તે વિદ્યાપ્રયોગ કહેવાય છે.
(૧૩) ‘મંત’ =‘મન્ત્રપ્રયોારાં' આમાં પણ મન્ત્રપ્રયોગની વ્યાખ્યા વિદ્યાપ્રયોગની જેમ જાણવી. ફક્ત વિશેષ આટલું કે મંત્રના અધિષ્ઠાતા પુરુષ હોય છે અને તેની સાધના કરવી પડતી નથી. ‘’ શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે એમ જાણવું.
(૧૪) ‘પુત્ર' = ‘પૂર્ણપ્રયોગરળ' = ચૂર્ણનો પ્રયોગ. ચૂર્ણ એટલે કે અદશ્ય થવું વગેરે ફળવાળા આંખોમાં આંજવા યોગ્ય દ્રવ્યનો ભૂક્કો.
=
(૧૫) ‘નોળ’ = ‘યોપ્રયોગરળ' = યોગનો પ્રયોગ. યોગ એટલે કે આકાશમાં ઊડવું, સૌભાગ્ય વગેરે ફળવાળા દ્રવ્યનો સમૂહ. ‘’ એ પૂર્વની જેમ સમુચ્ચયના અર્થમાં જાણવો. ‘ડબાયળાણુ ોસા’ ‘ઉત્પાનાયા: દ્વેષા:' = ઉપરોક્ત ભેદો ઉત્પાદનાના દોષો છે. એટલે કે પિંડને ઉપાર્જન કરવા વિશે આ ૧૫ દોષો છે. તેમજ,
=
(૧૬) ‘સોલસમે મૂલમ્મે યૂ' = ‘ષોડશું મૂલf 7' = છ વધારે છે જેમાં એવા દસના પરિમાણવાળો સોળમો દોષ મૂલકર્મ મળીને ૧૬ દોષો થાય છે. મૂલકર્મની વ્યાખ્યા જણાવે છે – આલોચનાદિ દસ પ્રાયશ્ચિત્તની મધ્યમાં જે આઠમું ‘મૂળ’ નામનું પ્રાયશ્ચિત્ત છે, તેની પ્રાપ્તિના કારણભૂત એવું જે ગર્ભઘાત વગેરેનું કર્મ, તે મૂલકર્મ કહેવાય છે. અથવા મૂળ એટલે વનસ્પતિના અવયવો, તેનું કર્મ એટલે ઔષધાદિને માટે એ મૂળાદિનો છેદ કરવા વગેરેરૂપ ક્રિયા તે મૂલકર્મ કહેવાય છે. અહીં પણ ‘વ’ શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો.
આ ૧૬ ભેદોમાંથી જે કોઈ દોષ લગાડવા દ્વારા જે આહાર મેળવાય તે આહાર, તે તે દોષવાળો જાણવો. (૫૯)
(સટીક પિંડવિશુદ્ધિના મુનિશ્રી કુલભાનુવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.) ગુરુ આ સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનાના દોષો વિનાનો નિર્દોષ આહાર
વાપરે છે.