________________
દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષો (૧૩) મૂઢ - જે સ્નેહથી અથવા અજ્ઞાનતા વગેરેના કારણે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવામાં શૂન્ય મનવાળો હોય તે.
(૧૪) દેવાદાર - જે રાજા વગેરેના સોના વગેરેને ધારણ કરે છે, અર્થાત્ જેના ઉપર રાજા વગેરેના સોના વગેરેનું દેવું હોય, તે દેવાદાર.
(૧૫) બુંગિત - જાતિ, કર્મ અને શરીર વગેરેથી દૂષિત થયેલ જુગિત છે. ચમાર, કોળી, વરંડ, ચાંડાલ અને છીપા વગેરે અસ્પૃશ્યો જાતિજુગિત છે. સ્પૃશ્ય હોવા છતાં સ્ત્રી (=વેશ્યા), મોર અને કુકડા આદિને પોષનારા, વાંસના આધારે દોરડા ઉપર ચઢવું (નાચવું), નખ ધોવા, કસાઈનો ધંધો, શિકાર વગેરે નિંદિત કર્મ કરનારાઓ કર્મજુગિત છે. પગ, હાથ, કાન વગેરેથી રહિત અને પાંગળા, કૂબડા, ઠીંગણા, કાણા વગેરે શરીરજુંગિત છે.
(૧૬) અવબદ્ધક - ધન લીધું હોય એથી, અથવા વિદ્યા વગેરે લેવા માટે “આટલા દિવસો સુધી હું તારો છું.” એ પ્રમાણે જેણે પોતાની પરાધીનતા કરી હોય = સ્વીકારી હોય તે અવબદ્ધક છે.
(૧૭) ભૂતક - એક રૂપિયો આદિ પરિમાણવાળા વેતનથી ધનવાનોના ઘરે દિવસ આદિના ક્રમથી નક્કી કરેલા સમય સુધી ધનવાનોની આજ્ઞા કરવા માટે જે પ્રવૃત્ત થયો હોય તે ભૂતક (= ચાકર) છે.
(૧૮) શૈક્ષનિષ્ફટિકા - શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની છે તે. નિષ્ફટિકા એટલે અપહરણ. જેને દીક્ષા આપવાની છે તેનું અપહરણ કરવું તે શૈક્ષનિષ્ફટિકા. શૈક્ષનિષ્ફટિકાના યોગથી જેને માતા-પિતા વગેરેની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવાની હોય તે પણ શૈક્ષનિષ્ફટિકા કહેવાય.
આ પ્રમાણે પુરુષના = પુરુષાકારવાળાના આ અઢાર ભેદો દીક્ષા આપવાને માટે અયોગ્ય છે. આ બાળ વગેરેને દીક્ષા આપવાથી શાસન-મલિનતા, સંયમવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો સુખપૂર્વક જ જાણી શકાય છે, માટે કહ્યા નથી. શ્રીવજસ્વામી વગેરેને દીક્ષા આપવામાં અપવાદ નિશીથથી જાણી લેવો. આ પ્રમાણે “સાધિક બે ગાથાનો અર્થ છે. (૧૨૪-૧૨૫)
(સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
૧. ૧૨૩મી ગાથાના સટ્ટાર પુરિસેસું ઇત્યાદિ પદોનો આ બે ગાથા સાથે સંબંધ હોવાથી સાધિક બે ગાથા થાય. એ અપેક્ષાએ અહીં “સાધિક બે ગાથાનો અર્થ છે.” એમ કહ્યું છે.